________________
યુરોપનાં સંસ્મરણે
ઈંગ્લાંડ
(ગાઇડ) આ વખત સાથે રહે છે. રસ્તે ગાડી ઊભી રાખી ભાષણ કરે છે અને જોવાની જગ્યામાં પિતાની પારટીને બધું સમજાવતે જાય છે. તેનું ઈતિહાસ અને કળાનું જ્ઞાન ઘણું સારું હોય છે.
અમારી પાર્ટી કુકની ઓફિસેથી સવારે ૮-૪૫ ચાલી. આ સહેલગાહ Itinerary No. 1 હતી. મોટે રસ્તે જે જે જાણીતાં સ્મરણસ્ત આવે તે વિષે હકીકત ગાઈડ સમજાતે જાય, ઈતિહાસ કહેતે જાય અને ગાડી આગળ ચાલે. તે ગાડીમાં ઊભું થઈ ભાષણ કરે. મુંબઈમાં પણ તે તેમ કરે છે પણ તેમાં કેટલી સગવડ છે તેને અત્યારસુધી ખ્યાલ નહિ. આવી ટુરમાં અજાણ્યા માણસને ઘણુ સગવડ પડે છે અને તે સંધી છે. (જુઓ ઉપઘાત પૃ. ૨૪)
“બીલ્ડહેલ પ્રથમ અમે ગીલ્ડહોલમાં ગયા. આ ઘણી જૂની જગ્યા છે. લોર્ડ મેયર ઓફ લંડનની ચુંટણી થયા પછી તેને અહીં તા. ૯મી નવેબરે ખાણું આપવામાં આવે છે. એ મેયર એક વર્ષ માટે લંડનને શેરીફ ગણાય છે. એ રાજ્યકારી બાબતમાં કશો ભાગ લેતું નથી. લંડન શહેરની બાબતમાં એ કાઉન્ટી કાઉન્સીલે જે સંખ્યામાં ૨૧ છે તેને ઉપરી ગણાય છે.
આ “ગીલ્ડહેલ”માં અસલ લંડન સિટિના શહેરીઓ એકઠા મળતા હતા એવી દંતકથા છે. અસલ બાંધકામ આગમાં તારાજ થયા પછી તેને કોઈ કોઈ ભાગ રહે છે. કોઈ મોટો માણસ આવે તે તેને અહીં મેયર તરફથી ખાણું આપવામાં આવે છે. લંડન શહેરનું સ્વતંત્રપણું (Freedom of the city of London) અહીં આપવામાં આવે છે. પુરાણું ચીજના પૂજક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com