________________
૬
યુરોપનાં સંસ્મરણે
ઈંગ્લાંડ
ગંજાવર છે. તે લાઈબ્રેરીમાં સર્વથી એ મોટામાં મોટી છે. એમાં વચ્ચે અસ્કનનું બાવલું છે. બહારના ભાગમાં બારિસ્ટરના સેંબરે છે. તે ઘણુજ નાના હોય છે.
વરસાદ આજે ઘણે હતો તેથી મારે છત્રી ખરીદવી પડી અને હિંદુસ્થાનમાં કહેવામાં આવ્યું હતું કે વિલાયતમાં કઈ છત્રીજ રાખતું નથી અને અહીં તે દરેકને રાખતા જોયા એટલે હું વિચારમાં પડી ગયો. તપાસ કરતાં ખબર પડી કે ગઈ સાલમાં પ્રીન્સ ઓફ વેલ્સ જે ઈગ્લાંડના ડારલીંગ કહેવાય છે તેમને કોઇએ છત્રી ભેટ આપી તે તેમણે રાખી એટલે એકદમ આખી પ્રજા- સ્ત્રી અને પુરૂષો છત્રી રાખવા મંડી ગયા. એક રિવાજ કે નીકળે છે અને કે ફરી જાય છે તે ખરેખર જાણવા જેવું છે. છત્રી લેવા એક Selfridge & Co. નામના મેટા સ્ટરમાં ગયે. એ સ્ટારમાં દરેક વસ્તુ મળે. દરેક પર કિમત લખેલી હોય છે. ત્યાંથી છત્રી લીધી અને એવા સ્ટારને હવે પછી વધારે વિગતથી જોવાનું મનમાં નક્કી કર્યું.
ડરબીને દિવસ national day વરસાદથી તદ્દન બગડશે અને રાત્રે પણ બહાર નીકળાય તેવું સદર કારણે હતું જ નહિ. પુરી, દૂધ, વટાણું, દાળભાત, શાક ખાઈ સુઈ રહ્યા. હું ઉતર્યો હતો ત્યાં આવી ચીજો બનતી હતી.
“મેલ” બુધવારની રાત્રી અને ગુરૂવારની સવાર હિંદવાસી માટે અહીં “મેલ ડે” છે. ગુરૂવારે બપોરે પાંચ વાગે ટપાલ નીકળી જાય છે એટલે બુધવારની રાત અને ગુરૂવારની સવાર કાગળ લખવામાં જાય છે. દેશમાં પત્રો લખવાં એ ખાસ જરૂરી આબત છે. એ એક લ્હાવે ગણવામાં આવે છે. પરદેશમાં પ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com