________________
લંડન
હાઉસીસ ઓફ પાર્લામેન્ટ
૧૦૯
અંગરેજીમાં જેને “ફલાઈંગ વિઝીટ ઉડતી મુલાકાત કહે છે તેમ કર્યું. આ ચિત્રસંગ્રહને નાકે Mallais નામના મેટા પેઈન્ટરનું સુંદર બાવલું છે અને બહાર ચોગાનમાં Reynolds નું બૅઝ, બાવલું છે. આ ચિત્રસંગ્રહ ઘણો સારો છે. ધનીક વર્ગ ઉપર દેશનો હક્ક છે એ વાત અંગરેજો બહુ સારી રીતે સ્વીકારે છે
અને એને આ પુરાવો છે અને એ ખાસ ધડે લેવા લાયક છે. લશ્કરી પાયદોસ્ત.
લડાઈના વખતમાં લશ્કરમાં સારું કામ કરનાર એક ડોક્ટર બાજુની હોસ્પીટલમાં ગુજરી ગયું હતું તેને લશ્કરી માન આપવા બાજુમાં લશ્કર અને બેન્ડ ગોઠવાયાં હતાં. મરણ પછીની ક્રિયા કેટલી ગંભીરતાથી કરવામાં આવે છે તે જોવા લાયક હતું. ફુટ ગાડેને ભવ્ય પહેરવેશ અને બેન્ડના ગંભીર અવાજોની વચ્ચે ધીમી ચાલે કેફીન ચાલે ત્યારે તેની સાથે આપણી અંત્યેષ્ઠીની દોડાદેડ જરા ખેદ કરાવે તેવી લાગે છે. બહુ ગંભીરતા-શાંતિ મરણ વખતે અને મરણ પછી અહીં જોવામાં આવી. મરેલાની કબર પર ફૂલ ચઢાવવાં, ત્યાં જ પ્રાર્થના કરવી, તેને યાદ કરવા અને તેના ગુણગાન કરવા એ બહુ અનુકરણ કરવા યોગ્ય પ્રથા છે. આપણી બાળવાની રીત તંદુરસ્તીને હિસાબે વખાણવા યોગ્ય છે પણ ચિતામાં વાંસડા ખસવા એ નિષ્ફરતાનો ભાસ કરાવે છે. એમાં હૃદયની કમળતાનો નાશ થાય છે. સુવિખ્યાત મૃતનાં સંસ્મરણો કેવી રીતે રહે છે તે આજેજ આગળ અનુભવ્યું છે
ત્યાં એ ઉપર વધારે અવલોકન થશે. હાઉસીસ એફ પાર્લામેન્ટ. | દર શનિવારે હાઉસીસ ઓફ પાર્લામેન્ટ ખુલ્લાં રહે છે અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com