________________
૧૦૮ યુરેપનાં સંસ્મરણે ઈંગ્લાંડ ઘણાજ જાણતા હોય છે. બધા સમજે તેવી રીતે અંગરેજીમાં બેલે છે.
પીકાડેલી વિગેરે મોટા રસ્તાઓ ઓળંગી અમે ટેમ્સ નદી પર આવ્યા. તેના પર મોટા પુલે છે. એક પૂલપર પસાર થઈ સામી બાજુએ ગયા. ટેમ્સ નદીને પ્રભાતને દેખાવ સુંદર લાગે છે અને આજે જરા વરસાદ થયો હતો એટલે વધારે રળિયામણો લાગતા હતા.
નેશનલ ગેલેરી એફ આર્સ જે Tate Gallery ટેટ ગેલેરીના નામથી ઓળખાય છે ત્યાં પ્રથમ ગયા. એક ખાંડના દલાલ મી. ટેટ અથવા ટાટે નામના ગૃહસ્થ એ ગેલેરી બક્ષીસ કરી છે અને એની માલકી પ્રજાકીય છે. એમાં જૂદા જાદા ૨૬ ઓરડામાં આર્ટસના નમુનાનાં સેંકડે ચિત્રો છે. એમાં વેટ અને રેનસ અને મીલેની અદ્ભુત ચીત્ર છે અને દરેકની નીચે તે ચિત્રમાં શાને દેખાવ કે પેઈન્ટીંગ છે તે બતાવવા સાથે તેના ચિતરનારનું નામ અને સંવત કેટલીક વાર ચક્કસ અને કેટલીક વાર આશરે લખ્યા હોય છે. આ અર્વાચીન ચિત્રસંગ્રહ છે. ત્યાંની જૂદી ગાઈડ બુક મળે છે. પણ મારી પાસે તે કુકની લંડનની ગાઈડમાં તેનું વર્ણન હતું અને તે મેં વાંચી લીધું હતું તેનાથી જ ચલાવ્યું. આખી ગેલેરી જોવા લાયક છે. લંડનને ચિત્રસંગ્રહ પણ ઘણે સારે છે એમ જણાયું. પેરિસમાં લુવ્ર જોયા પછી એટલાં ચિત્ર અહીં નહિ હોય એમ લાગતું હતું પણ ચિત્ર ઘણું સ્થાનપર વહેંચાયેલાં છે તેથી જ એમ લાગે છે. ચિત્રો અહીં British Museum, ટગેલેરી, વેલેસ કલેકશન વિગેરે ઘણી જગ્યાએ છે. દરેક ચિત્ર જોવા લાયક છે. અમે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com