________________
૧૧૦
યુરેપનાં સંસ્મરણે
ઈંગ્લાંડ
જેનારા અંદર જઈ શકે છે. કુકવાળાએ એવી ગોઠવણ કરી છે કે શનિવારે બને સભાગ્રહો બતાવવાં, બીજા દિવસે કાયદાના ટેમ્પલ્સ (Inns of Court) જ્યાં રહી બારિસ્ટર થવાય છે તે બતાવવાં. અમે તેથી આજે પાર્લામેન્ટનાં મકાને જોવા ગયા.
પાર્લામેન્ટનું મકાન ગંજાવર છે. બન્ને સભાગૃહે એક બીજાની પાસે છે. પ્રથમ ઘણું મટે ટાવર આવે છે. એની ઉંચાઈ ૩૧૬ ફીટ છે. એનું ડાયલ ૨૩ ફીટ છે, મીનિટ કાટ ૧૪ ફીટ લાંબે છે અને એને ઘંટ ૧૩ ટનને છે. નીચેથી તો એ રાજાબાઈ ટાવર જેટલેજ ઊંચે દેખાય છે. એ ટાવરની બાજુમાં હાઉસ ઓફ લોડ–દીવાને ખાસ છે. એમાં જતાં જમણી બાજુએ રાજાને દર વાજો આવે છે ત્યાંથી મોટા પ્રસંગે રાજા અંદર આવે છે. તેને કપડાં પહેરવાની જગ્યા સામે છે ત્યાંથી તે મેટો ઝ પહેરે છે. લોની જગ્યા બહુ નાની છે. વચ્ચે રાજા રાણીને બેસવાની જગ્યા છે અને તેની અગાડી ઈતિહાસપ્રસિદ્ધ ઉનની કોથળી (wool sack) ઉપર Lord High Chancellor ને બેસવાની ખુરશી છે. ઉમરાને હેલ ૮૦ ફીટ અને ૪૫ ફીટ છે એટલે આપણા મુંબઈના ટાઉન હોલથી પણ ઘણું નાનું છે. બેસવાની ગેલેરી છે અને પાટલીઓ ઉપર ચામડું મઢેલું છે. સામે આમવર્ગને ઊભા રહેવાની જગ્યા છે. તેમાં પચીસેક સભાસદ ઊભા રહી શકે. બાકીના બહારના એન્ટી બરમાં ઊભા રહે છે. પાર્લામેન્ટ ખુલી મૂકે ત્યારે રાજા ભાષણ કરે તે વખતે કોમન્સ અહીં ઊભા ઊભા સાંભળે છે. આ હેલ ઘણે સાંકડે લાગે છે.
સભાગૃહની બાજુમાં પીયર્સ કેરીડર છે ત્યાં નાના નાના ઓરડાઓ છે. રાત્રે મૂકવા માટે એક સ્ટેન્ડ છે તેમાં પણ જગ્યાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com