________________
લંડન
- હાઈડપાર્ક
૧૦૭
ભક્તિ ઘટે કે જેવાં આધુનિક કોઈ માગી શકે નહિ.” આ ધોરણે પ્રાચીનને અત્ર સ્થાન મળ્યું છે. આખી ગેલેરી જોતાં તે દિવસો થાય અને કલાકારને તે એક ચિત્ર જોતાં પણ કલાકે થાય તેવો સધન આ વિશ્વસંગ્રહ છે. હાઈડપાર્ક
ત્યાંથી હાઈડપાર્ક અને કેન્સીંચન ગાર્ડનમાં ફર્યા. આ હાઇડ પાર્ક એ લંડનનું લંગ (ફેફરું) ગણાય છે. એ ઘણી મોટી જગ્યા રોકે છે. એમાં વચ્ચે નાનું તળાવ જેવું છે. અને ગાર્ડનની વચ્ચે એક આડેઅવળો ઝરે છે, તે “સરપન્ટાઈનના નામથી ઓળખાય છે. તેને એક નાકે પ્રીન્સ કેન્સર્ટ આલ્બર્ટનું ભવ્ય બાવલું છે. અમારી ગાડી એ રસ્તેથી લીધી. અમે આ બાગની નજીકજ ઉતરેલા છીએ એટલે ત્યાં અવારનવાર આવવાનું થશે ત્યારે એની વધારે વિગત મેળવાશે.
સવાપાંચ વાગે અમારી આ નં. ૧ની સહેલગાહ પૂરી થઈ. આજે ઘણું નવું ઉપર ટપકે જોયું. અમે આવતી કાલની નં. ૨ની સહેલગાહની પણ ટીકિટ લીધી હતી તેથી ત્યાં જવાના ઉત્સાહમાં આજે રાત્રે આરામ લીધે.
બીજે દિવસ (તા. પ-૬-ર૬). થોમસ કુકની “ઇટીનરરી માં ફરવાનો આ બીજો દિવસ હતે. ૮-૪૫ સવારે શરૂ થાય છે. હું અને મારા મિત્ર વખતસર બાર્કલીસ્ટ્રીટની કુકની હેડ ઓફિસમાં ગયા. ત્યાં મેટી બસ તૈયાર હતી. અમારી સાથે બીજા ૨૫ જોનારા હતા. આજે ઘણી અમેરીકન લેડીઝ હતી અને ગાઈડ તરીકે કામ કરનાર ગઈ કાલવાળા જ અંગરેજ ગૃહસ્થ હતો. ગાઈડ બહુ ચતુર હોય છે અને ઇતિહાસ ભૂગેળના તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com