________________
૧૦૬
યુરેપનાં સંસ્મરણે
ઈંગ્લાંડ
તેનું વર્ણન કરવું મુશ્કેલ પડે. લગભગ દરેક ચિત્ર જોવાલાયક છે પણ અમે તે સારાં સારાં ચિત્રો વખતના પ્રમાણમાં જોયાં. ગાઈડ સારાં ચિત્રો પર ધ્યાન ખેંચે, બાકી બધાં ઉપર ઉપરથી જોઈને ચાલ્યા જઈએ.
બધા મળીને ૨૮ ઓરડા આ નેશનલ ગેલેરીમાં છે. એ શહેરની વચ્ચે ટ્રફાલગર સ્કવેરમાં આવેલ છે. એમાં ઈટાલીઅન સ્કૂલ, બ્રીટિશ સ્કૂલ, ફ્રેન્ચ સ્કૂલ, સ્પેનીશ સ્કૂલ, નેધરલેન્ડ સ્કૂલ, જર્મન સ્કૂલ-એમ દરેકના જૂદા જૂદા ઓરડા છે અને સંપૂર્ણ વિગત કેટલેગમાં મળી આવે છે. ચાર હજાર ઉપરાંત ચિત્ર છે. નીચેનાં ચિત્ર ખાસ જોવાલાયક મને લાગ્યાં –
નં. ર૭૫ મેડેના અને પુત્ર (ચિત્રકારબેટીસેલી). નં. ૭૮૦ આપણા લોર્ડની કબર ( , માઇકલ એજેલ) નં. ૨૦૦ પ્રાર્થના કરતી મેડાના ( , સેસેકેરેટે). નં. ૧૨ જમીનને દેખાવ ( , ટરનર ). નં. ૯૪૩ ક્રાઈસ્ટનું ક્રોસ પર ચઢવું ( , રાફેલ). નં. ૧૧૭૨ ઘોડાપર પહેલો ચાર્લ્સ (, વનડીક). નં. ૩૧૧૧ મેડોના પુત્ર અને એંજલ( , બેકેશીઓ).
ક્રાઈસ્ટની માતાનાં-મેડેનાનાં ચિત્રે દરેક ચિત્રકારે ચીતર્યાં છે. બનતા સુધી કુદરતી દેખાવ અને બાઈબલના પ્રસંગો પર ચિત્રે ચીતરવાનું કામ વધારે જોવામાં આવે છે. અંગરેજોએ કોઈ પણ સ્કૂલ છોડી નથી, સર્વ દેશપરદેશી સ્કૂલનાં ચિત્રને સંગ્રહ કર્યો છે. આ સંગ્રહ ૧૦૦ વર્ષની અંદર થયું છે. એમાં પેસતાં જ લખ્યું છે કે “જે મહાન પુરૂષેનાં કામે જમાનાની કટિમાં ઉતરી આવ્યાં છે તેના તરફ એવાં માન અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com