________________
૧૦૦ યુરેપના સંસ્મરણો
ક્લાંડ લંડન ટાવર. ત્યાંથી અમે લંડન ટાવર જેવા ગયા. રેમ્સ નદીના કાંઠા ઉપર અનેક ભયંકર અત્યાચાર, મનુષ્ય લેહ અને ખૂનના સાક્ષી આ ટાવર ઓફ લંડનને જોતાં ત્રાસ થાય તેમ છે. બ્રિટિશ લકે એને લોકોને લડાયક જુસ્સો જાળવી રાખનાર તરીકે ઓળખે છે. ઈસવીસનના દશમા સૈકાથી એને ચાલુ ઈતિહાસ છે. અહીં કેટલાયને મારી નાખ્યા, ઘણાને કેદ રાખ્યા અને કઈકના જીવ લીધા છે. એની બાંધણી એવા પ્રકારની છે કે એમાં કેદ પડેલે કોઈ પણ માણસ બહાર નીકળી શકે નહિ, છતાં કાવાદાવાથી કેટલાએ બહાર નીકળી ગયા છે તેનો ઈતિહાસ ગાઇડ આપણને કહે છે. અહીં મહારાણી છલીઝબેથને કેદ રાખવામાં આવી હતી. અગાઉ આ રાજ્યમહેલ હતા અને રાજા ગાદી ઉપર બેસે ત્યારે આ ટાવરમાંથી નીકળી વેસ્ટમીનીસ્ટર એબીમાં જતા હતા, જ્યાં રાજ્યારોહણની ક્રિયા થતી હતી. અંદર નાના નાના ઓરડાઓ છે તેમાં કોને કોને કેદ રાખવામાં આવ્યા હતા તે બહુ હસથી બતાવવામાં આવે છે. એક Bloody Tower કહેવાય છે તેમાં ડ્યુક ઓફ નેરઘંબરકાંડ પિતાને હાથે મરી ગયેલ છે. એને બે માળ છે. ચારે તરફ હથિયાર, બખતર અને નાનાં મોટાં ભાલાં તરવાર વિગેરે આવી રહેલાં છે. અંદર એક નાનું એપલ (chapel) છે. એવા નાનાં દેવળો દરેક મોટા મહેલમાં હોય છે. તે ઘરદેરાસર જેવું ખાનગી મિલકતનું ગણાય છે અને તેને ઉપયોગ મહેલમાં રહેનાર કરે છે અને ખાસ કરીને તે રાજાની પ્રાર્થના માટે ગણાય છે. હાઈટ ટાવર મોટો છે. ચાર્લ્સ બીજાએ ગાદી કઈ જગ્યાએ બેસી છોડી દીધી તે અહીં બતાવવામાં આવે છે. ઉપર ચઢવાને દાદરે ગેળ છે. પગથી નાનાં નાનાં છે. બહાર ફરી દેવાની અથવા મારી નાખવાની જગ્યા છે. લેડી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com