________________
લંડન
અંડરગ્રાઉન્ડ
અને વારંવાર મળે, તેનાથી વ્યવહાર ચાલે છે. તેના રસ્તાના નંબરે અને નકશા આવે છે. ટ્રામ લંડનની બહાર પરામાં માઇલો સુધી જાય છે. તે પણ વીજળીથી ચાલે છે.
ટેકસી અને બસ ઉપરાંત વ્યવહારનું ત્રીજું સાધન જમીનની નીચેની રેલવે છે. એમાં કેટલીક મેટ્રો રેલવે છે તે બહુ ઊંડી નથી હતી પણ જમીન નીચે તે ખરી. ટયુબ ૮૦ થી ૧૫૦ ફીટ ઊડી હોય છે. એમાં નીચે ઉતરવા માટે લીફટ હોય છે તે લગભગ ૭૫ માણસોને લઈ નીચે ઉતરે છે. હાલમાં ઘણી જગ્યાએ Escalators એસ્કેલેટર્સ કર્યા છે તે ખરેખર અજબ ચીજ છે. આખા ચાલતા દાદરા. એના ઉપર ઊભા રહીએ એટલે જરા આગળ ચાલી પગથી બની જાય અને આપણે ઊભા ઊભા ઠેઠ નીચે ઉતરી જઈએ. બાજુમાં ચઢવાને દાદરે હોય છે. આ એસ્કેલેટર અને ટયુબ રેલવે એ લંડનની ઘણી નવાઇની ચીજોમાંની એક ગણાય છે. ઘોડાગાડી નથી, પણ બસ ટેકસી અને અંડરગ્રાઉન્ડથી ઘણે વ્યવહાર ચાલે છે. કોઈ પણ અંડરગ્રાઉન્ડ સ્ટેશને ગયા પછી ૧૦૦ સેકન્ડથી વધારે ખોટી થવું પડતું નથી એટલે બે મિનિટની અંદર બીજી ગાડી જરૂર મળે જ. એ ગાડીઓ પણ ઘણી સુંદર હોય છે. તેની ફી ૧ થી ૩ પેન્સ હોય છે. બેઠકો એવી રીતે ગોઠવેલી હોય છે કે એક બેઠક પર એકજ બેસે. વધારે ભીડ થાય તે ઊભા રહેવાના ચામડા ટાંગેલા હોય છે તે ઝાલી ઊભા રહેવું. સ્ટેશન પર લેક તૈયાર ઊભેલા હોય છે. ગાડી ઊભી રહે ત્યારે જ બારણું ઉઘડે છે. ઉતરનારા ઉતરી જાય અને બેસનારા બેસી જાય તે કામ ૧૫-૨૦ સેકન્ડમાં પતી જાય છે અને ગાડી ચાલે છે. આવા વ્યવહારને ગોઠવવા માટે સ્ટેશન પર એક પણ રેલવેને માણસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com