________________
યુરેપનાં સંસ્મરણે
ઈંગ્લાંડ
ઈંગ્લાંડનાં ઘરે પ્રથમ દર્શને તદ્દન જૂદા જ પ્રકારનાં દેખાય છે. દરેક ઘરમાંથી ચીમની (ધૂમાડિ) બહાર નીકળે છે અને ઘરે દુરથી ઝાંખા દેખાય છે. બરફને લઈને કાળાં પડી જાય છે. ચાલતી ટ્રેને દેખાતાં ગામો સ્વરછ દેખાય છે અને બાકીના રસ્તા પર લીલોતરી આછી દેખાય છે. ડોવરથી ઉપડેલી ટ્રેન વચ્ચે કઈ સ્ટેશને ઉભી રહેતી નથી એટલે કે સ્ટેશન જોઇ શકાતું નથી. ડેવરથી લંડન પહોંચતાં ર કલાક લગભગ થાય છે.
સાંજે પા વાગે લંડનના “વીકરીઆ સ્ટેશને” પહોંચ્યો. સ્ટેશન વિશાળ છે. રજીસ્ટર કરેલા સામાનને નંબરવાર ગોઠવે છે અને પછી ડીલીવરી આપે છે. મુંબઈ જેવી જરા પણ ગડબડ થતી નથી, પણ સામાન લેવા માટે પણ કલાક ઊભું રહેવું પડે છે. વળી કસ્ટમ્સવાળાને રજીસ્ટર કરેલ સામાન બતાવો પડે છે. કેટલીકવાર ઉઘાડીને પેટીઓ જુએ છે. રેશમ, સીગાર અને એવી વસ્તુઓ પર જગાત લે છે.
ટેકસી કરી ભારી ઉતરવાની જગ્યા પર આવે ત્યારે સાંજના સાત વાગ્યા. લંડનમાં ઘણું જોવાનું છે પણ આજે તે મુસાફરીને થાક લાગે હતું તેથી ઈડીઅન હોટેલ (કવીન્સબરી ટેરેસમાં) ગુજરાતી ઢબનું ખાણું અંગરેજી રીતે ખાઈ સુઈ ગયે. રાતના નવ વાગ્યા પછી સૂર્ય અસ્ત થ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com