________________
યુરોપનાં સંસ્મરણે
કાન્સ
ખાલી નથી અને કોઈ પણ સ્થળ પછી તે ઊંચનીચું હેય તોપણું વાવણી વગર રહેવા દીધું નથી. ચારે તરફ આંખ ઠરે તે દેખાવ છે. વરસાદ અવારનવાર અહીં થાય છે પણ આપણા દેશ જે ધોધમાર વરસાદ નહિ. પુના જે સાધારણ વરસાદ પડયા કરે છે. માત્ર શરદી લાગે તેની સંભાળ રાખી હરવા ફરવામાં વાંધો નથી. અહીં વરસાદને કારણે કામધંધે જરા પણ અટકતું નથી. સર્વ કામ ચાલ્યા કરે છે. અહીંના લેકે કુદરતની અવકૃપા હોવા છતાં એટલા ઉઘોગી છે કે વરસાદમાં કે ઠંડીમાં તેઓ કામ કરતાં જ માલૂમ પડે,
કેલે’. (Calais) દરીઆ કઠિ છે. ઠેઠ સ્ટીમર સુધી રેલવે જાય છે. અહીં પાસપોર્ટ તપાસવાની મોટી ધમાલ છે. દરેકને ઉતાવળ અને દરેકને પાસપોર્ટ બતાવવાના. પણ અહીંના લકો પિતાની ઉતાવળ સાથે બીજાના હક્ક ઉપર આક્રમણ કરતા નથી. નિયમસર નંબરવાર ચાલ્યા જાય છે, ઘણાખરા પિતાને સામાન હાથે ઉચકી લે છે.
સ્ટીમર. “કેલે ૧ વાગે પહોંચ્યા અને સ્ટીમરમાં બેઠા પછી સ્ટીમર રા વાગે ઉપડી. સ્ટીમરમાં બહુ પસંજરો હતા. સ્ટીમરમાં બારેક કેબીન હોય છે અને ડેકપર ખુરશીઓ હેય છે. જે બેસી જાય તેની તે ખુરશી. બાકીના ફર્યા કરે. સ્ટીમર નાની પણ માળ ચાર. ઉપર અને તેની નીચે બેવડા ડેક. તેની નીચે ખાવાપીવાનું સલૂન અને તેની નીચે રહે છેવાની જગ્યા. સ્ટીમર નાની પણ સગવડ સારી. માત્ર પિોણો કલાક બેસવાનું એટલે લોકો ફર્યા કરે, પણ આ સ્ટીમરમાં વિચારીને ફરવાનું એટલે ફરતાં ટેકે દેવો પડે. દરિયે આજે તેફાની નહે તે પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com