________________
પિરિસ પ્રકીર્ણ
૮૫ છે અને જ્યાં દરેક વસ્તુ મળે છે ત્યાં સ્ત્રીઓ માટે એક નર્સરી પણ છે, તેનું વર્ણન અગાઉ આવી ગયું છે.
પેરિસમાં મેટ્રે રેલવે છે જે જમીન નીચે ચાલે છે. આ રેલવે ટયુબ જેવી છે પણ કહે છે કે લંડનની ટયુબ આના કરતાં વધારે સારી છે.
પેરિસમાં જોવાની ચીજો ઘણી છે. જેટલી ફુરસદ હોય તેટલું જોઈ શકાય. મારે કેટલુંક જોવાનું બાકી રહ્યું છે, તે આવતી વખત જોવાશે.
હિંદુસ્થાનના આપણા ભાઈઓને વ્યાપાર સારો છે. જેનોની સંખ્યા અહીં સારી જોવામાં આવી. ઘણું ખર સુખી છે, પરિચય કરવા લાયક છે અને આતિપ્રેમવાળા છે. સર્વ પિતપોતાની સગવડ પ્રમાણે રહે છે તેથી હોટેલમાં ઉતરવું અને આમંત્રણ થાય તેને ત્યાં જમવા જવું એજ પેરિસમાં યોગ્ય છે. આપણું દેશની માફક ગમે તે આવે તે તેને તળાઈ નાખી દઈએ તેમ એ દેશમાં હવા પાણીને લઈને બની શકતું નથી. રૂમ પ્રમાણસર હોય છે તેથી બહારના માણસની સગવડ બની શકતી નથી અને તેવા પ્રકારનો ત્યાં રિવાજ પણ નથી.
પેરિસની વસ્તી અત્યારે ઓગણત્રીસ લાખની ગણાય છે. તેનો કિલ્લો તોડી નાખી તેને વિસ્તાર વધારતાં વસ્તી સાઠ લાખની ગણાશે એમ લાગે છે. પેરિસની હવા સરેરાશ ૫૧ ડીગ્રીની ગણાય. શિયાળામાં ૩૯ (ફેરન) થાય છે, ઉહાળામાં ૬૫ ડીગ્રી થાય છે. પેરિસમાં ૨૭૧૬ શેરીઓ છે, ૮૮ બુલવાડે છે અને થીએટર તથા સીનેમાઓને પાર નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com