________________
૮૪
યુરેપનાં સંસ્મરણે
બ્રેરીની વચ્ચે તે બેસે છે. એને પૈસાને લાભ નથી, એ પચીશ વર્ષથી સત્ય શોધવાની દૃષ્ટિએ જૈન ધર્મને અભ્યાસ કરે છે. કેન્ચ ભાષામાં જૈનનું કાંઈ પુસ્તક નથી તે હાલ એક મેટું પુસ્તક છપાવે છે. એ પુસ્તકમાં શું લખ્યું છે તે તેમણે સમજાવ્યું. તેમની સાથે બે કલાક વાત કરી. બહુ આનંદ થશે. પરદેશમાં પરભાષામાં પણ આવા વિદ્વાને અથાગ પરિશ્રમ કરી રહ્યા છે એ વિચારથી ઘણો આનંદ આવ્યું. પેરિસમાં છે. સીલ્વન લોવી બહુ વિદ્વાન છે. મારે તેમને પરિચય થયો. | ગાયકવાડ સરકાર સર સયાજીરાવ બહુ વિદ્વાન અને સમયજ્ઞ છે. તેમની સાથે એક કલાક બહુ સારી વાત થઈ. જૈન ધર્મ પર તેમને ખાસ અનુરાગ જોવામાં આવ્યો. આવતી મુલાકાત વખતે તેમને જરૂર ચાર કલાક મળવાનું તેમણે મારી પાસે વચન લીધું.
પિરિસમાં હલકા પ્રકારનાં નાચવાનાં ગૃહ ઘણું છે. મધપાન અને વ્યભિચારનાં તે ધામ છે. એ ખાસ કરીને “મેબેજ” ના રસ્તા પર આવ્યા છે. ત્યાં લોકો લહેર કરવાજ આવે છે. એવા આવનારા ઘણા ખરા પરદેશી હેય છે.
“સ્ત્રીઓ પેરિસમાં ઘણું આગળ વધી છે. લડાઈના વખત પછી સ્ત્રીઓની સ્થિતિ તદન બદલાઈ ગઈ છે. તેઓ પિતાનું સ્થાન હવે છેડે તેમ નથી. બે વર્ષ પહેલાં જેટલા કાઢી નાખ્યા. અત્યારે દરેક ખાતામાં સ્ત્રીઓનું સ્થાન છે. વેચનાર અને ક્લાર્ક તરીકે તેઓનું કાર્ય સારું ગણાય છે. તે નિયમસર કામ કરનારી અને ગૃહસંસાર ચલાવનારી છે. પેરિસની સ્ત્રીઓનું વર્તન ઘણું વખણાય છે. “ગેલેરી લાફાયત’ જેમાં છ હજાર સ્ત્રીઓ કામ કરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com