________________
યુરેપનાં સંસ્મર
પાણી ઉડે છે જેને દેખાવ ઘણે જોવા લાયક છે. વરસાઈલ જવા પહેલાં તે દિવસે ફુવારા ઉડવાના છે તેની ખાતરી કરવી. દરરોજ ફુવારા ઉડતા નથી. બાજુમાં ચિત્રકામ પણ જોવાલાયક છે.
ઈનવાલીડીસ અને નેપલીઅન ટુંબ. ઘવાયેલા અને ઘરડા લડવૈયાઓ માટે આ ગૃહની સ્થાપના ૧૪ મા લઇરાજાએ કરી હતી. હાલતો તે શસ્ત્રાગાર તરીકે વપરાય છે. અનેક જાતના અને સંગ્રહ સારે છે. ઉપરાંત દુશ્મનના પડાવેલા વાવટાઓ કપડાં વિગેરેને પણ ત્યાં જમાવ છે અને છેલ્લી મહાન લડાઈને એવાં સ્મરણો પણ ત્યાં રાખ્યાં છે. એની સાથેજ બાજુમાં નેપલીઅન બોનાપાર્ટની કબર જરૂર જોવા લાયક છે. ભરણ પછી ઓગણીશ વર્ષે એનાં કફનને ફ્રાન્સમાં પાછું લાવી અહીં સ્થાપન કર્યું છે.
આ તો બહુજ મહત્ત્વની ચીજોનાં અને ખાસ આકર્ષક સ્થાનોનાં નામને નિર્દેશ માત્ર કર્યો. એ સિવાય અનેક સ્થાને જોવા લાયક છે. આખું પેરિસ આંખ ઉઘાડી રાખી નીહાળવા લાયક છે. પેરિસમાં જોવા લાયક અનેક દેવળો છે, અનેક બગિચા છે, બહુ મજાના સંગ્રહસ્થાને છે અને દરેક સ્થાનને સારી રીતે રાખવામાં આવે છે. પેરિસને મુખ્ય રેસકોર્સ શાં એલીસીની ઉપર લેગશીપના નામથી જાણીતા છે, બહુ વિશાળ છે અને બુલમાં થઈને ત્યાં જવાય છે. તે પણ એક વાર જોવા લાયક છે, રમવા લાયક નથી.
પેરિસમાં જતાં પેરિસને એક સારો નકશો જરૂર લઈ લે અને પિતાનું ઠેકાણું બરાબર જાણું લેવું. ભાષાની અગવડને અંગે ગટાળો ન થઈ જાય તે માટે આ ખાસ જરૂરી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com