________________
૭૪
યુરેપનાં સંરમાણે ક્રાન્સ ક્રીમ અને દાળ તથા કઠોળ વધારે પ્રમાણમાં દરેક વેજીટેરીઅને લેવાની અહીં જરૂર પડે છે. એફિલ ટાવર
આખી દુનિયામાંની એક અજાયબી છે. એની ઊંચાઈ ૯૮૪ ફીટ છે. એ અઢી એકર જમીન રેકે છે. સીન નદીને કાંઠે છે. એના ઉપર સ્ટીમ વેટર પ્રેશરથી ચાલતી લીફટથી અને દાદરેથી ચઢી શકાય છે. બે માળ ગયા પછી કરવામાં ભારે મજા આવે છે, આખું પેરિસ દેખાય છે અને પેરિસની રચના કેટલી મનહર છે તેને ખ્યાલ આવે છે. આખું શહેર પ્રથમથી ગોઠવીને (પ્લાન કરીને) ઘડયું હોય તેવું દેખાય છે. એના ઉપરથી મોટરે રમકડા જેવી દેખાય છે અને માણસ ગુલીવરની મુસાફરીમાં વર્ણવેલા લીલીપુટીઅન્સ જેવા નાના લાગે છે. ૮૦ માઈલ સુધી દૂર જોઈ શકાય છે. ત્યાં ઉપર ફોટોગ્રાફ પાડે છે અને દશ મીનિટમાં તૈયાર કરી આપે છે. આ રમતના ફેટા, તુરત તૈયાર થાય. અમે અહી તથા માર્સેસના નેડામમાં ફેટા પડાવ્યા.
ત્રીજે એથે માળે ફરીવાર લીફટમાં બેસવાનું અને ચઢવાનું છે. લીફટમાં એક સાથે ૬૦ માણસે બેસે, પણ જલ્દી વારે આવતા નથી. ત્યાં પણ લોક નંબરવાર ગોઠવાઈ જાય છે, અથડાઅથડી કે ધાધકી થતી નથી. ચોથા માળવાળી લીફટ નીચે આવે ત્યારે બીજા માળવાળી ઉપર જાય. એક બીજાના ભારે સામસામી લીફટ ચાલે છે. આ લીફટ અને ઊંચાણ જોયું એટલે આશ્ચર્યને પાર રહ્યો નહિ. બાજુમાં સીન નદી ચાલી જાય, સુરમ્ય બાંધણીવાળું શહેર, દૂર નોડામનું દેવળ, પછી ખેતરે, આ સર્વ રચના જેવા ગ્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com