________________
યુરેપનાં સંરમર
મન્સ કલમથી ચિતરાયેલા અને દુનિયામાં પ્રસિદ્ધિ પામેલા એ ચિત્રની ગેલેરીને જોતાં કોઈ પણ સહૃદયને દ્રાવ થયા વગર રહે તેમ નથી. એ દરેક ચિત્રને સુંદર રીતે ભીંતમાં ગોઠવેલ છે અને દરરોજ હજારે લેક ફી આપી એ લવની ભેટ લે છે. લુત્રની ગેલેરીમાં ચિત્ર ઉપરાંત ઘણી જાતને સંગ્રહ છે. એમાં પુરાણુ ચીજોનું મુઝીઅમ-સંગ્રહસ્થાન છે. એમાં જગવિખ્યાત શિલ્પીઓના ચિત્રો છે. એમાં ચીની કામના ચિને સંગ્રહ (મેઝેઇક પીકચર્સ) છે. એ આખા પારિસનું નાક છે અને એનું બહુ જાળવણીથી રક્ષણ કરવામાં આવે છે. પરદેશથી આવનાર કિઈ પણ મુસાફર એ જોયા વગર રહેતો નથી, જુએ છે ત્યારે એને પ્રેમ થયા વગર રહેતું નથી અને જોવાનું પૂરું થઈ શકે તેમ નથી એવી અસંતુષ્ટ લાગણુ વગર એ પાછા ફરી શકતા નથી. મેં ત્રણ કલાક ફરી થી ઓછો ભાગ છે. બાકીને ભાગ જેવાની ઈચ્છા છે તે પાછા ફરતી વખતે બર આવશે એવી ધારણા છે. મેં લુત્રનું કાંઈ નથી જોયું એમ કહું તે ચાલે. એ જોવામાં સાત દિવસથી ઓછો વખત તો ચાલેજ નહિ એટલી એની વિશાળતા, અગાધતા છે.
એ લુત્ર ત્રણ દિશાએ છે. સામે-વચ્ચે “ટુલીએરી ગાર્ડન (Tueleries) છે. એ પણ બગિચાને એક નમુન છે. એમાં ફરતાં આનંદ આવે તેમ છે. લવમાં ૪૮ એકર જમીન રોકાય છે. એના છ વિભાગ છે: (૧) ગ્રીક અને રામની પુરાણું ચીજો, (૨) ચિત્ર કામ, પેન્ટીંગ્સ, (૩) પૂર્વ દેશની પુરાણી ચીજો, (૪) મધ્યકાળના અને ઉત્તર કાળનાં શિલ્પ, (૫) મધ્ય અને ઉત્તર કાળના કળાના નમુના અને (૬) ઇજીપ્તની પુરાણી ચીજો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com