________________
યુરોપનાં સંસ્મરણે
ગૃહદ્વાર ઉઘાડી શકે છે. એને નામ તુરત આપવું જોઈએ. અજાણ્યા માણસને રાત્રે એ ઘરમાં આવવા દેતા નથી અને અંદરના માણસને બહાર જવું હોયતો “પારડે” કહી સાથે પિતાનું નામ આપવું પડે છે. સદર શબ્દનો ઉપયોગ ન આવડે અથવા તેનું જ્ઞાન ન હોય તે મી. મરઝબાનના હાલ હોટેલમાં થયા હતા તેવાજ થાય તેમાં નવાઈ નથી. (મોદીખાનાથી માર્સેલમાં એનું બહુ મજાકભરી ભાષામાં વર્ણન આપ્યું છે.)
ઘર”. સાધારણ રીતે ચારથી પાંચ માળનાં હોય છે અને તે બહુ સગવડવાળાં હોય છે. દરેકની અંદર બાથરૂમ, ડ્રેઇંગરૂમે અને સુવાના રૂમ હોય છે. મેટાં ઘરોમાં ફરનીચર બહુ મજાનું હોય છે. અહીં ઠંડી ઘણી એટલે બારણાં ઘણુંખરૂં બેવડ હોય છે. બારણું ઉઘાડું મૂકી હવા ખાઈ શકાતી જ નથી. ઉઘાડાં બારણુનો ડ્રાફટ તે લેવાયજ નહિ અને લે તે શરદી કે ન્યુમેનીઆ થતાં વાર લાગે નહિ. દરેક સુવાના અને બેસવાના રૂમમાં ગરમી માટે ગોખ (fireplace) હોય છે તેનો ઉપયોગ શિયાળામાં થાય છે.
“તુ'. વરસાદ તે ઉહાળામાં અવારનવાર થયાજ કરે છે એટલે બહાર નીકળતી વખતે ઓવરકોટની જરૂર ખરી. છતરી ઓછી વપરાય છે કારણકે અહીં મારમાર વરસાદ આવતો નથી.
પેરિસનાં કાફે પેરિસમાં છૂટા છવાયા બાગે ઘણા છે. નાના છોકરાઓ માટે કેટલાક બાગ ખાસ અલગ કાઢેલા છે. ઘરમાં ખુલ્લી હવા લઈ શકાય નહિ એટલે અવાર નવાર દરેકને બહાર નીકળવું જ પડે છે. અહીં એક નવીન રિવાજ જેવામાં આવ્યું. ઉન્હાળામાં કાફેની બહાર પગથી ઉપર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com