________________
પેરિસ
સુવા -
૬૭
બધું બંધ થઈ જાય છે માત્ર ખાવાની જગ્યા ખુલ્લી હોય છે અને પાછું ધમધોકાર કામ શરૂ થાય છે.
બેઈડી બુલ'. શહેરને નાકે બુલે નામને બહુ મોટે રસ્ત છે. બુવાં (જંગલ) જોવા લાયક છે. એમાં ૨૦૦૦ એકર જમીન છે. ઘણા રસ્તાઓની બન્ને બાજુએ ઝાડની એવી ઘટા ખીલી રહી છે કે બહુ આનંદ થાય. એવા બુવાના રસ્તાઓ માઇલો સુધી છે. એવી વૃક્ષઘટામાં વચ્ચે વચ્ચે ખાવાપીવાની જગ્યાએ આવે છે તેનાં નામે હોય છે. “આરમ નવી”
અરમીટાજ' વિગેરે. આ બુલો જંગલમાં મંગળ જેવાં છે, પિરિસના લેકેનું રમવાનું અને રવિવારના આનંદનું સ્થાન છે.
ખાવાની જગ્યા બહુ સુંદર હોય છે. કુદરતનું સંદર્ય કેમ વધારવું, દીવાઓ કેમ ગોઠવવા, ટેબલ ખુરશી ક્યાં મૂકવા, નાના પાણીના નાળા કે સરોવરને લાભ કેવી રીતે લે એ દરેકમાં પેરિસવાળાની કળા જરૂર દેખાય છે. કુદરતને અનુકૂળ કૃત્રિમતા કરી બન્નેનું જબરું મિલન તેઓ કરે છે અને તે જોતાં ઘણું મજા આવે છે.
રસ્તાઓમાં વચ્ચે વચ્ચે “આઇલેન્ડ” આવે છે અને તે દ્વારાજ સામે જવું ફાવી શકે છે. આઇલેન્ડ અથવા “આઈલ” એટલે રસ્તા વચ્ચે કરેલ બેટ-પથ્થરની જગ્યા. તેના ઉપર ઊભા રહી શકાય છે. સામે જવામાં આ ટાપુઓ બહુ ઉપયોગી છે.
અહીંના ઘરની નીચે “કેસીઆર'-(Conscierge) ગૃહરક્ષપાળ દેય છે. તે ઘરનું રક્ષણ કરે છે. દિવસે પણ તે “ધ્યાન રાખે છે કે કોણ આવજાવ કરે છે અને રાત્રે બહારથી ધંટડી વગાડતાં પિતાની રૂમમાં બેઠા બેઠાજ વીજળીના યંત્રથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com