________________
યુરોપનાં સમરણે
મળે છે, તેથી મુંબઈ કરતાં પેરિસ બધી રીતે સેવું છે. ટેકસીમાં લગભગ એક માઇલ ફરીએ ત્યારે દેઢ આને થાય છે અને તે ઉપરાંત એ બસ ઘણુ અને જમીનની અંદરની રેલવેના ભાવ તે તદ્દન નામના છે.
પિરિસ શહેર આખા યુરોપનું આનંદસ્થાન છે. અહીં આનંદનાં સાધને બહુ છે અને લોકો તેને યથેચ્છ ઉપયોગ કરે છે.
રસ્તા.” પેરિસ શહેરની બાંધણી અજબ છે. એ બાંધવામાં પ્લાને એવા વાપર્યા છે કે એને એકવાર જોયા વગર એને ખ્યાલ આવી શકે નહિ. આખું શહેર ઘણું સુંદર રીતે બંધાયું છે અને પ્લાન અને આર્ટ (કળા) એના દરેક રસ્તામાં, દરેક દીવામાં, દરેક મકાનમાં દેખાઈ આવે છે.
ટ્રાફીક'. રસ્તાઓ ઘણું સુંદર, ઘણા લાંબા અને બહુ ચોખ્ખા છે. મેટરને વ્યવહાર તે એટલો બધો છે કે એક રસ્તેથી સામે જવું હોય તો બહુ ગુંચવણ પડે અને પૂરતું ધ્યાન રાખ્યા વગર ચાલી શકાય જ નહિ. અહીં મોટરો પૂરપાટ ચાલે છે પણ હાંકનારા એટલા કુશળ હોય છે કે ભાગ્યે જ અકસ્માત થાય છે. એના હાંકનારની કુશળતા એટલી છે કે નજરે જોનારને તે દરેક પળે અકસ્માતને ભય રહે છે પણ એ બહુ બાહોશીથી હાથમાંનું ચાક ફેરવી શકે છે.
હજારે ટેકસીઓ, મેટરે દેડે છે અને બસો પણ ઘણી મોટી હોય છે. પેરિસમાં બસને માથે બેસવાનું નથી.
ટાઈમ.” અહીં એફીસ ટાઈમ સવારના નવથી બાર અને બપોરે બેથી સાડા છ હોય છે. બારથી બે વાગે ત્યાં સુધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com