________________
કાન્સ, સ્ટીમરમાંથી યુરેપની ધરતી પર.
તા. ૨૧ મીએ સવારે ઉઠયા ત્યાં માર્સેલ્સના કિનારાઓ દેખાવા લાગ્યા. બંદર ઘણું જબરું અને સેંકડે સ્ટીમરે પડી હતી. કેટલીક નવી ગાદીઓ પણ બંધાતી હતી.
યુરોપીય પ્રજા પાસેથી ખાસ શીખવાનું છે તેની વ્યાપાર પદ્ધતિ છે. યુરોપીય પ્રજા વેપાર મોટા પાયા ઉપર કરી શકે છે તેનું કારણ તેઓ વેપાર ઉપર ઘણે વિચાર કરે છે અને જે જે ઘુંચવણ ઊભી થાય તેને નીકાલ કરે છે. તેઓ અગવડ આવે ત્યારે છુંચવણમાં પડી જતા નથી અને ગભરાઈ જતા નથી પણ ઘુંચવણમાંથી રસ્તે ન નીકળે ત્યાં સુધી તેની પાછળ મંડયા રહે છે. એમાં ગમે તેટલે ભોગ આપવો પડે તેની પણ દરકાર નથી કરતા. વ્યાપાર હાથ કરવાનું મુખ્ય સાધન સ્ટીમરને વ્યવહાર પિતાના હાથમાં રાખવાનું છે. જાપાનીઝ, ફ્રેન્ચ, જર્મન, અંગ્રેજ અને અમેરિકન પ્રજા વચ્ચે સ્ટીમર વ્યવહાર સંબંધમાં મેટી હરીફાઈ ચાલે છે અને તેઓ સ્ટીમરને વ્યાપારનું અગત્યનું અંગ વ્યાજબી રીતે ગણે છે.
સ્ટીમરમાંથી ઉતરવાની ધમાલ શરૂ થઈ. રાત્રે નેટિસ મૂકી હતી કે જેમને ઉતરી જવું હોય તેમને નાતે (બ્રેકફાસ્ટ) સવારે છ વાગેથી આપવામાં આવશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com