________________
૫૮
ચુરીયનાં સંસ્મરણ
દચિા
ટાલીઅન લાઇનમાં જાય તે પાછા અહીં આવી જોવા આવે છે. દરિયા કિનારે રેલવે છે. તે આખા કિનારા પર ફેરવે છે. સ્ટીમરમાં બેઠા બેઠા રેલવે પશુ દેખાતી હતી. આવી જગ્યા પર પણુ કાઇ વાર આવવાનું થાય તે પચ્છવા જોગ છે એમ સાથેવાળા ઘણાખરાને થતું હતું.
આગળ ચાલતાં એટના—જ્વાળામુખી દેખાયેા. એ તદ્દન નાના છે. એમાંથી સહેજ ધુમાડા દેખાતા હતા. રાત્રે એને દેખાવ જોવા જેવા થાય છે એમ જુના મુસાફા કહેતા હતા.
આજે સવારે કારીકા અને સારડીનીઆ વચ્ચેથી પસાર થયા. ખાસ જોવા જેવું હતું નહિ. ડુંગરા દેખાતા હતા.
આવતી કાલે સવારે માર્સેલ્સ પહોંચવાનું–ઉતરવાનું હેાવાથી આજે સર્વે પાતપોતાનેા સામાન પેક કરવામાં રોકાઇ ગયા હતા.
સ્ટીમર ધણી જાતની સગવડ કરી આપે છે. માર્સેલ્સ ઉતર્યાં વગર જેને સ્ટીમરમાં લંડન જવું ડ્રાય તે લંડન જઈ શકે છે. તેનું ભાડું ઓછું હોય છે પણ સાત દિવસ લંડન પહેાંચતાં થાય છે. જેને સ્પેશીયલમાં જવું હાય તેને સ્ટીમર તરફથી સગવડ મળે છે પણ સ્પેશીયલનું ભાડું આકરું પડે છે. લંડન સુધીના ર્સ્ટ કલાસના સ્પેશીયલ ટ્રેનના ૮ પાઉન્ડ ભાડાના હેાય છે. એ સિવાય જેને પોતાની સગવડે જવું હૈાય તે માર્સેલ્સ સુધીની ટીકીટ લે છે. પણ તેની પાસે જે સામાન હોય તે તેણે સ્ટીમરમાં લંડન મેાકલવા હાય તા સ્ટીમરવાળા મત લઈ જાય છે અને લંડનમાં તેની ડીલિવરી મળે છે.
ફ્રાન્સમાં રેલવેવાળા સામાનનું નાર વધારે લે છે તેથી ખીન જરૂરી સામાન સ્ટીમરવાળાને આપી દેવા વધારે અનુકૂળ થઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com