________________
માર્સેલ્સ નેડામ નેડામ.
માસેલસમાં સર્વથી અગત્યનું સ્થળ ને ટ્રેડામનું ચર્ચા છે. એ ટેકરી ઉપર આવેલું છે. અને ડબલ હાઈલીક લીફટથી ઉપર ચઢાય છે. લીફટ એ યંત્રકળાને નમુન છે. સીધા ચઢાવી દે છે અને બહુ સુંદર દેખાવ આપે છે. પ્રથમ દૂરથી જોતાં તે ચિંતા થાય તેવી લીફટ છે પણ બેઠા પછી મજા આવે છે. એને ફોની યુલર રેલવે કહી શકાય. ટીકીટ લઈ અંદર ગયા, અરધી મીનિટ થઈ ત્યાં પાણીના ખળખળાટ વચ્ચે લીફટ ઉપડી અને અમે ઉપર સીધા ચાલ્યા. ચઢવાનું લગભગ ૩૦૦ ફીટ હશે પણ લીફટ તૂટી હોય તે બાર વાગી જાય. એના ફોટાઓ જોવા લાયક છે.
નેટેડામનું દેવળ ભવ્ય છે. ત્યાંથી આખા શહેરને અને બંદરનો દેખાવ જોવા લાયક છે. ફ્રાન્સનું આ માર્સેલ્સનું બંદર ઘણું મેટું છે અને આખા શહેરનું દશ્ય ભવ્ય છે. એ દેવળમાં ચાર ટનને મેટે ઘંટ છે. અંદર બે હજાર માણસ બેસે તેવડે સભામંડપ છે. અને ઉપર ચઢવાના ૧૫૪ પગથીઆ છે. એના શિખરે ચઢી જતાં ચારે તરફને દેખાવ અનુપમ લાગે. માર્સેલ્સ આવનારે આ દેવળની જરૂર મુલાકાત લેવી.
માર્સલ્સમાં લુવ્ર જેવી ગેલેરી છે પણ અમે ગયા ત્યારે તે બંધ હતી. તેને બગિચે અને ફુવારે જોવા લાયક છે તે અમે જોયા.
પાશ્ચાત્ય દેશનું અમે જોયેલું આ પ્રથમ શહેર બહુ સુંદર રીતે બાંધેલું છે. એને સ્તા ઘણુ મજાના છે. તેમાં ઠેકાણે ઠેકાણે કાફે અને રેસ્ટોરાં છે. એના બંદરને રસ્તે “પ્રેમાનાડ” ના નામથી ઓળખાય છે. એના પર બે કલાક ગાડી કે ટેક્સીમાં ફરવાની મેજ ઘણી આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com