________________
સફર
સ્ટીમર રાજપુતાના
પડે છે. માત્ર તેના ફોર્મ ભરવાના અને કસ્ટમ્સ માટે સામાનની ચાવી આપી દેવી પડે છે.
આપણી સાથે જરૂરી સામાન રાખી લે.
સ્ટીમરમાં કેરીઓ લાવવી નહિ. સ્ટીમરવાળા કેરી ડઝન એકે રૂપીઆ પાંચ નેરના લે છે. મેં પિતા માટે તથા ભાવનગરના મહારાજા માટે ઘણી કરી લીધી તેથી બહુ અગવડ પડી, પણ છેવટે પર્સર સાથે સગવડ કરી કે જેટલી કેરી વાપરીએ તેનું કાંઈ નહિ, બગડે તેનું પણ કાંઈ નહિ, માત્ર સ્ટીમરમાંથી નીચે ઉતારીએ તેના પૈસા ઉપરના દરે આપવા.
સ્ટીમરમાં ફર્સ્ટકલાસવાળા કા હવેટ-એટલે મુંબઈના ૧૮ મણુ ભાર રાખી શકે છે અને સાધારણ રીતે તેથી વધારે ભાર ભાગ્યે જ કોઈ ઉતારૂ પાસે હોય છે. વધારે હોય તે નેર આપવું પડે. છે. હવે માર્સેલ્સ ઉતરવાની ધમાલ વિગેરે કાલે થશે અને એક સરખી જીંદગી બાર દિવસથી ચાલતી હતી તેને છેડે આવશે.
અમને તે સ્ટીમરમાં કોઈ પ્રકારની અગવડ પડી નહિ. દરિયે શાંત રહ્યો અને સ્ટીમર તદ્દન નવી અને ચાલમાં શાંત તેથી બહુજ આનંદ આવ્યું અને ઉલટું આવતી કાલે આવી રીતે સગવડથી તૈયાર થયેલું ઘર છોડવું પડશે એ વિચારથી સહજ ગ્લાનિ પણ કેટલાકને થતી હતી પણ વળી હવે ઘણું નવું જેવા જાણવાનું મળશે એ વિચારથી આનંદ પણ થતો હતે.
આજે માર્સેલ્સની નજીક આવી ગયા હોવાથી સ્ટીમર મંદગતિએ ચાલે છે, અને બધા અરસપરસ હળ મળે છે, ઠેકાણુઓ નોંધી લે છે અને આવી ટુંકી ઓળખાણ લંબાવવાનો પ્રયત્ન કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com