________________
૫૬
યુરેપનાં સંસ્મરણે
દરિયે
સ્ત્રીઓ માટે અને પુરૂષો માટે જૂદા જૂદા હતા. સ્ત્રીઓ આવા બેલમાં પુરૂષોના જેટલો જ રસ લે છે અને આખો વખત આનંદ કરે છે. બધા પેસેંજરોના વોટો લેખીત લેવાયા અને હવે પછી તેનું પરિણામ જાહેર કરવામાં આવશે એમ કહેવામાં આવ્યું.
સ્ટીમરમાં બપોરે દરરોજ ક્રિકેટ રમવામાં આવે છે. બે પાર્ટી થાય છે અને એના કાયદામાં જગ્યાને લઈને કેટલાક ફેરફાર હોય છે. એ જોવા માટે મેટી સંખ્યામાં પેસેંજરે એકઠા થાય છે. એ સિવાય ડેકટેનીસ, રીંઝ, બેસ વિગેરે નાની મોટી રમત તે ચાલ્યા જ કરે છે અને મેકીંગ રૂમમાં કેટલાક બ્રીજ, લ્યુડો, ડ્રાફટ, ચેસ રમે છે. આખો વખત આનંદ કરે એ સર્વને ઉદેશ હોય છે અને જેને જેમાં મજા આવે છે તે કરે છે. કેટલાક આખો વખત વાંચ્યા પણ કરે છે. દરેક સશક્ત માણસ ઘણુંખરું ફરવાનું ચૂકતો નથી અને દરરોજ સવારે સાંજે દશ વીશ રાઉન્ડ ડેક ઉપર જરૂર મારે છે. સાધારણ રીતે અંગ્રેજો ઘણે વધારે ખોરાક ખાય છે એમ જે મને લાગ્યું હતું તેમ તેઓ તે પચાવી પણ શકે છે અને તેનાં સાધનમાં આ અનેક પ્રકારની કસરત અને મુંજશેખ આનંદના પ્રસંગે જણાય છે. કોઈના મુખ પર ગ્લાનિ, થાક, ચિંતા કે ગડબડાટ તે જોવામાં જ આવતાં નથી અને સ્ટીમરની મક્કમ પણ ઊંચી નીચી થયા વગરની ગતિ અને દરિયાની શાંતિ આ બાબતને સવિશેષ સહાય આપે છે.
અત્યાર સુધી દરરોજ છ છ પાનાના તારસમાચાર મળે છે. હડતાલ તે પૂરી થઈ ગઈ છે. હવે ફ્રાન્સમાં બરફનું તોફાન થાય છે તેની જરા ચિંતા કઈ કઈને રહે છે તેનું આગળ જેવાશે.
તા. ૧૮ મી સવારે સીસિલીને કિનારે દેખાય. સીસિલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com