________________
સુરાપનાં સંસ્મરણ
દરિયા
એકદમ સુંદર અને દુકાને હારબંધ છે. પ્રત્યેક વ્હાઇટવે લેલાને ભુલાવે તેવી છે. ઝવેરી, કાપડના વેપારીઓ, કાર્ડના વેપારીઓ અને રેસ્ટારાં બહુ છે અને દરેક પોતાના સામાન સુંદર રીતે ગાવી વેચે છે.
અહીં ગાઇડ અને હોકર ( છુટક સામાન વેચનાર )ની પીડા ઘણી છે. તમારી આસપાસ ફરી વળી તમને હેરાન કર્યાં કરે અને ભાવ પાંચ શીલીંગ કહી એક શીલીંગ વેચે. ખાસ તપાસ કર્યાં વગર આવા ફેરીઆઓ પાસેથી કાંઇ લેવું નહિ. ગાઇડની કશી જરૂર નથી. અમે કોઇ ગાઈડ લીધા નહાતા.
સારાં રેસ્ટારાંમાં જઈ અમે ચા પીધી અને તે માટે એક એક શીલીંગ આપી. ભાવ ધણા વધારે પણ બીજા સર્વ તે ભાવ આપતા હતા એ અમે જોયું.
અમે બીજી ધણી દુકાનમાં માલ જોયા. ચીજો ઉડીને આંખે લાગે તેવી પણ અમે કાંઇ ખરીદી કરી નહિ. કારણ કે
ભાવ ઘણા આકરા લાગ્યા.
પોર્ટસેડમાં બીજાં કાંઇ નેવાનું હશે પણ રાતના વખતે શહેરમાં વધારે ઉંડા જવું નહિ એટલે બે કલાક શ્રી અમે સ્ટીમર ઉપર પાછા ફર્યાં.
સ્ટીમરે ત્યાંથી ઘણા માલ, ખેરાક અને ઉતારૂઓ લીધા અને સ્ટીમર રાત્રે એક વાગે ઉપડી એટલે એશીઆ ખંડ છેાડી અમે યુરેાપમાં દાખલ થયા.
ભૂમધ્ય સમુદ્ર ( એડીટરેનીઅન સી ).
ભૂમધ્ય સમુદ્રમાં આગળ વધતા જએ છીએ. ચારે તરફ પાણી દેખાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com