________________
૧૨
ક
યુરેપનાં સંસ્મરણે દરિયે રાખી સેપેલ અઘરા પણું માન વગરના કાર્યની સાક્ષી પૂરતાં હજુ પડ્યાં રહ્યાં છે. અમારી સ્ટીમર ધીમે ધીમે આગળ ચાલે છે.
સુએઝને પ્રવેશને નાકે ઉતરી જઈ ટ્રેનમાં આવવું હોય તે તેમ પણ બની શકે તેવું છે. ચાર કલાકે ટેન કેરે (ઇજીપ્ટની રાજધાની) પહોંચે છે. ત્યાં જોવાનું જોઈ ખાઈ પી ચાર કલાકે પોર્ટસે આવી શકાય છે અને સ્ટીમરને વખતસર પકડી શકાય છે. અમારી તે આ પહેલી મુસાફરી હતી અને સુએઝની નહેર જોવાની અતિ જિજ્ઞાસા મને અને સાથીઓને હતી તેથી એ રીતે મુસાફરી કરવાને અમે વિચાર રાખે નહોતે.
સુએઝ કેનાલ કોઈક જગ્યાએ વધારે પહોળી થાય છે. એને દિવસે જોવામાં મજા છે. રાત્રે સર્ચ લાઈટ મૂકવી પડે છે અને તે લાઈટ બરાબર કેનાલની પહેળાની હાઈ માર્ગદર્શક બને છે. વચ્ચે ફાનસની લાઈટ સ્ટીમરે ક્યાં ચાલવું તે બતાવે છે. સુએઝ કેનાલ રાત્રે પણ પસાર કરી જોવા જેવી છે. ઈજનેરી કળા અને સ્ટીમર ચલાવવાની નાવીક કળા કેટલી હદે પહોંચ્યા છે તેને એ જીવતે પુરાવે છે.
સુએઝ કેનાલમાં દિવસે સ્ટીમર પસાર થાય ત્યારે જમણી બાજુ ભજાને દેખાવા લાગે છે અને ડાબી બાજુ રણ લાગે છે. એ કેનાલની પડખે રેલવે પણ ચાલતી જોવામાં આવે છે. રાત્રે તદન જૂદા જ પ્રકારનું દ્રશ્ય નજરે પડે છે. દરેક સ્ટીમરને આગળના ભાગમાં સર્ચ લાઈટ ચાલુ નાખવી પડે છે અને તેને દેખાવ જેવા જે થાય છે. વચ્ચે વચ્ચે પાણીના કળા ન આવતા હોય તે સ્ટીમરને સામસામા ચાલવાને રસ્તો છેજ નહિ. આ આખી કેનાલ અનેક નજરે જોવા જેવી છે. બુદ્ધિ, ચાતુર્ય, ખંત, ધીરજ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com