________________
સફર.
સ્ટીમર રાજપુતાના
૪૭
અમને ખબર હતી. રહી જનારની દશા ભારે બૂરી થાય છે. એને સર્વ સામાન અને પૈસા સ્ટીમરમાં હોય છે અને તેથી એટલી ગડબડ થાય છે કે એની કલ્પના પણ ધ્રુજાવી નાખે તેવી છે. દરેક એડન આવનારે ઉતરવું હોય તે આ બાબતમાં ગફલતી કરવા જેવું નથી.
કેટલીક વખતે સ્ટીમર અહીં ઘણે વખત ખેતી થાય છે તે પણ ધ્યાનમાં રાખવું.
અમારી સ્ટીમર ૭–૨૦ રાત્રે ઉપડી અને અમે રાતા સમુદ્રમાં દાખલ થયા. થોડા વખતમાં બંદર પરની બત્તીઓ અને પડખેની સ્ટીમરની બત્તીઓ દેખાતી બંધ થઈ. રાતે સમુદ્ર (રેડ સી).
રાતા સમુદ્રમાં અમે એમ ધારતા હતા કે પાણી લાલ હશે પણ તેવું કાંઈ નથી. પાણી અરબી સમુદ્ર જેવું જ છે. કહે છે કે એને તળીએ લાલરંગના પરવાળા હોય છે તેથી એનું નામ “રાતે સમુદ્ર કહેવાય છે. એમાં લાલ રંગની માછલીઓ ઘણી ઉડતી જોવામાં આવે છે તેથી પણ કદાચ એનું નામ રાતે સમુદ્ર પડ્યું હોય. બે ફુટ લંબાઈનાં આવાં ઘણાં માછલાં મેં જોયાં. રાતા સમુદ્રમાં બાજુએથી પસાર થતી સ્ટીમરે અવાર નવાર દેખાયા કરે છે. થોડે દૂર સ્ટીમર હોય ત્યારે જોવાની મજા આવે છે. સ્ટીમર સામેથી આવે ત્યારે કઈ સ્ટીમરે કઈ બાજુ ચાલવું અને બન્ને વચ્ચે કેટલે અંતરે ઓછામાં ઓછો રાખવો વિગેરે બાબતોના કાયદા હોય છે.
દરિયે તદન શાંત હતું. સ્ટીમર આગળ વધતી હતી. આજે નેટિસ હતી કે શનિવારે સાંજે છ વાગે પાટે સેદ પહોંચશું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com