________________
સર
સ્ટીમર રાજપુતાના.
૪૯
કરતી હતી. સ્ટીમરાના દેખાવ રાત્રે બહુ મજાનેા લાગે છે. કાઇ વાર્ સ્ટીમર એક બીજા સાથે રેસ ( શરત ) કરતી હોય એમ પણ લાગે છે. રાત્રે સ્ટીમર એક બીજાને દીવાની નિશાનીઓ (signals) કરીને વાતા કરે છે અને ખારાની આપ લે કરે છે.
અમે કેપ્ટનની રજા મેળવી અમારી સ્ટીમરના એન્જીન રૂમ અને સાંચાકામ જોવા ગયા. યંત્ર કળા કેટલી હદ સુધી જઈ શકે તેને આ નમુના હતા. ઉપરથી છ માળ નીચે સુધી બધી યંત્રસામગ્રીઓ ગાઢવી છે. અમારી સ્ટીમર તેલની હતી એટલે એમાં તેલ (Crude oil) ખાળવાનું હતું, તેથી કોલસાની ચીયુગારી પણ ઉડતી નહિ. એના બાલરા, પેલા અને શેક્ટ તથા ખર કરવાના સંચા, વીજળી કામ વિગેરે એવું યુક્તિથી ગાઠવ્યું હતું કે જોયા વગર એને ખ્યાલ આવે નહિ.
અમારી સ્ટીમર ૧૬૬૦૦ ટનની હતી એટલે એ જ્યારે પૂરી ભરેલી હાય અને ચાલે ત્યારે એનાથી એટલા ટન પાણી હાલે. એને અંગ્રેજીમાં (displacemant) કહે છે. અમે તદન નીચેને માળે ગયા ત્યારે અમને કહ્યું, “ આપણે અત્યારે પાણીમાં ૧૬ પીટ રીડા છીએ,” મતલબ બહારના ભાગમાં અમારી આસપાસ ઉપર ૧૬ ફીટ પાણી હતું. આ સ્ટીમરનું સાંચાકામ જોવા લાયક હતું. પશ્ચિમના દેશો યંત્રકળામાં કેટલા આગળ વધ્યા છે તેના ખ્યાલ આપે તેવું અમને લાગ્યું.
રાતા સમુદ્રમાં એક દિવસ સહેજ તેાાન હતું, પણ તે માત્ર ચારેક કલાક ચાલ્યું. સ્ટીમર ચાલતી હતી અને સહેજ રાલ થતી હતી પણ બારકસ જખરૂં એટલે કાંઇ અસર કાઇને થઇ જણાઈ નહિ.
४
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com