________________
૪૮ યુરેપનાં સંસ્મરણે
દરિયે સ્ટીમરમાં નિયમિતપણું ઘણું જળવાય છે. ખાવાના સવે સમયે બરાબર જળવાય છે. સ્ટીમર તરફથી બ્યુગલ વગાડી ત્રણ મુખ્ય જમણના વખતની રીતસર ખબર કરવામાં આવે છે અને આ ટાઈમમાં જરા પણ ફેરફાર થતું નથી. દરેક ઉતાર ખાવાના હોલમાં પિત પિતાની નંબરવાળી જગ્યાએ વખતસર બેસી જાય છે.
રમત ગમત માટે ઉતારૂઓમાંથી એક કમિટી નીમે છે. એની રમતે હાલ ચાલે છે. એની રેસો (શરતો) ભૂમધ્ય સમુદ્રમાં થશે એમ જાહેરાતથી બતાવ્યું છે. કમિટી ઉતારૂઓની જ બનેલી હોય છે. ઇનામ આપવાની રકમ ઉતારૂઓમાંથી લીસ્ટ કરીને લેવામાં આવે છે. રાતા સમુદ્રમાં પ્રથમ બાર ટેકરીઓ આવે છે તેને “ટવેલ્યુ એપાસ”ની ટેકરીઓ કહે છે. ક્રાઇસ્ટના એ મુખ્ય ચેલાઓ હતા, એને ટેકરીઓનાં નામ આપ્યાં છે. બાર ટેકરી હતી અને વિનેદ માટે એ નામ આપ્યું જણાય છે. એને “એપલ' સાથે બીજો કોઈ સીધો સંબંધ હોય એમ જણાતું નથી. લાઈબ્રેરીની ચોપડીઓ માટે જે ટાઈમ નેટિસમાં લખે હોય તે મિનિટે લાઇબ્રેરીવાળો બરાબર હાજર થાય છે. નિયમિતતા શી ચીજ છે તે પાશ્ચાત્ય લેકે સારી રીતે સમજે છે, અને સમજીને તેને અમલ કરે છે એમ સ્ટીમરમાં વારંવાર અનુભવ થાય છે. એડનથી સુએએ.
એડનથી સુએઝ સુધીમાં ખાસ નવીન કાંઈ આવ્યું નહિ. એક બાજુએ અવાર નવાર ડુંગરે દેખાયા કરતા હતા. આમાં જગ્યા નાની એટલે અવાર નવાર જતી આવતી સ્ટીમરે દેખાયા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com