________________
સ
સ્ટીમર રાજપુતાના
૪૫
પડતા નથી અને એની વાર્ષિક આવરેજ વરસાદની એક ઈંચ છે. અમે એડન ઉતરીએ તે પહેલાં આટલો વરસાદ પડી ગયે હાવાથી શાંતિ ઘણી હતી અને ત્યાં ગરમી હશે એમ ધારતા હતા તેને બદલે કાંઈક ઠંડક મળી.
એડનનું ખારૂ સાધારણ રીતે સારૂં છે. ખારામાં ઘણી સ્ટીમા પડી હતી. ઇટલીના મેલ અમે ઉતર્યાં ત્યાં બાજુમાંજ હતા. ડક્કા ઉપર લશ્કરી મુકામ સુંદર બાંધ્યાં છે અને સ્ટીમરમાં બેઠા બેઠા અંદરના દેખાવ સારા રજુ કરે છે. સ્ટીમર દૂર રહે છે તેથી મેટર લાંચમાં બેસીને કાંઠે જવું પડે છે. લાંચવાળા આઠ આના લે છે. એડનમાં મુંબઇનું નાણું ચાલે છે. બંદર ઉપર નાણું બદલી આપનાર (મની ચેંજર) હાજર હાય છે. અંદર ઉપરથી તાર કરી શકાય છે. અંદર ઉપરજ તાર આફ્રિસ છે.
અંદરથી એડન શહેર પાંચ માલ છે. ટેકસીમાં જઇ શકાય છે. આવા વચગાળના સ્ટેશને ઉતરવા પહેલાં ખેટને ઉપડવાના ટાઇમ જરૂર પૂછવા. એમાં ગફલતી થાય તે મેલ કાઈ માટે ખાટી થતી નથી. અમારી ખાટ રાત્રે સાત વાગે ઉપડશે એમ નાટિસ હતી.
એડનમાં જોવા લાયક એક સરાવર-ટાંકુ છે. એને પર્વતની તળેટીમાંથી ઉપી બાંધ્યું છે, દેખાવ સાધારણ છે. આજે જ વરસાદ આવેલા હાવાથી એ અમને જોવા લાયક લાગ્યું. ચીકાર પાણીથી ભરાયલું હતું. બાકી એ જોવા ખાતર એડનમાં જવા જેવું હાય એમ અમને લાગ્યું નહિ. ઉપરથી ઢાંકુ આંધી }ખાવ ઠીક કર્યાં છે. પશુ અધી બાબત તદ્દન સાધારણૢ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com