________________
સફર સ્ટીમર રાજપુતાના
૪૩ મજાનો હોય છે. તેમાંની થોડી જગ્યા સેકન્ડ કલાસ પેસેંજરને રમવા માટે રાખેલી હોય છે, અને બાકીની જગ્યા હરવા ફરવા માટે હોય છે.
અજવાળીઆમાં રાત્રે ત્યાં ભારે આનંદ આવતું હશે પણ અત્યારે અંધારીઆ પક્ષ હેવાથી અમને તેને લાભ મળ્યો નહિ.
સ્ટીમરમાં “એ ડેકની આગળના ભાગમાં ટારપાલીન પાથરી બાજુઓ ઊંચી કરી નાનો બાથ તૈયાર કરે છે તેમાં ઘણું માણસો ન્હાય છે, તરે છે અને રમત કરે છે. એક મસકનો ઘેડે બનાવી તેના ઉપર ચઢવા પ્રયત્ન કરે છે અને પડે છે અને કોઈ ચપળ તરનાર તેના પર ચઢી તેને ચલાવી શકે છે. આ પણ સ્ટીમર પર એક આનંદનું સાધન છે. અમેરિકાની મેટી લાઈનરોમાં તે ઘણા જબરા બાથ હોય છે અને ટેનીસને કોઈ પણ હોય છે.
આજે નેટિસ હતી કે કાલે બપોરે ૪ વાગે એડન પહેચશું એટલે ઘણા લોકો પત્ર લખવામાં મશગુલ થઈ ગયા હતા. રાત્રે ડાન્સ દરરોજ થાય છે. આવડે તે નાચે છે અને જેવાની ઈચ્છા હોય તે જોઈ તાળીઓ પાડી આનંદ મેળવે છે.. એડનની નજીક
આજે મુસાફરીને પાંચમો દિવસ છે. સવાર પડતાં જ જમીનની નજીક હેઈએ તેમ દેખાય છે. દરિયો શાંત છે. આકાશમાં વાદળાં દેખાય છે. બાજુમાંથી બે સ્ટીમર પસાર થાય તેણે કઈ બાજુ લેવી અને ઓછામાં ઓછું અંતર કેટલું રાખવું તેના કાયદા હેાય છે.
જમીન નજીક આવે ત્યારે સર્વને વધારે આનંદ થાય છે. અને કેટલાક આતુરતાથી જમીનપર ઉતરવાની રાહ જુએ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com