________________
યુરેપનાં સંરમારણે
દરિયો જા વાગે એકદમ ભયના ઘા વાગવા માંડ્યા. સર્વ પેસેંજરા પિતપતાના લાઈફ જેકેટ લઈ ડેક પર હાજર થઈ ગયા. બધી બચવાની બેટ જે ઉપર રહે છે તેને તુરત ઉતારી શકાય તેવી રીતે સ્ટીમરની બહાર લટકાવી દેવામાં આવી.
આવી કવાયત કે બીજી કોઈ બાબત હોય છે ત્યારે કોઈ પણ ઉતારૂ ડેક ઉપર આવ્યા વગર રહેતું નથી. એમાં રાજા હોય કે સ્ત્રી હોય–સર્વ આવે છે અને જરૂર પડે ત્યારે બચાવ કેમ થઈ શકે તે શીખી લે છે.
આ લાઈફ જેકેટના ઉપગના પ્રસંગો ઘણા હોય છે. આગ વખતે અથવા સ્ટીમરની અથડાઅથડી પ્રસંગે, અથવા સ્ટીમર તેફાનમાં સજજડ રીતે આવી હોય ત્યારે અથવા સ્ટીમર ડૂબતી હોય ત્યારે. એ ઉપરાંત સ્ટીમર ઉપર તરાપા બેયાન ઘણા રાખેલા. હોય છે. તેની દરેકની ઉપર ૧૨ માણસે બેસી શકે છે અને તુરત ઉતારી શકાય તે રીતે તેને ગોઠવેલા હોય છે.
આવી રીતે બચાવની પેરેડ થાય છે તે જોઈ અને અનુભવી. લાઈફ જેકેટ પહેરે ત્યારે બધાનો દેખાવ જોવા જેવું થાય છે. એમાં છાતી ઉપર બે પેડ અને પછવાડે વાંસા ઉપર બે પિડ આવે છે અને આગળના ભાગમાં સડકણ ગાંઠ બાંધવાની હોય છે. એ પહેરીએ ત્યારે જાણે લશ્કરી ભાણસ કાંધ ઉપર ખાવાનું લઈ કૂચ કરતો હોય તેવા લાગીએ છીએ. સ્ત્રીઓને પણ એજ જેકેટ પહેરવાના હોય છે.
બચવાની બોટને નંબર આપેલા હોય છે. આખી ગોઠવણ એવી છે કે ભય વખતે સાડી ત્રણ મિનિટમાં આખી બેટ ખાલી કરી શકાય. સ્ટીમરને “એ ડેકની ઉપરનો ભાગ પણ બહુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com