________________
૪૦
યુરોપનાં સંસ્મરણે દરિયે અનુકરણ કરવા જેવી છે. ખોરાક સારી રીતે લેવાય તેવી ચારે તરફ અનુકૂળતા હોય છે. માથે વીજળીના પંખા, ટેબલ પર ફલાવર વાઝ અથવા કાંઈલીલેતરીના કુંડા, તદન ચેખું ટેબલ કલેથ અને રકાબી તથા છરીકા વિગેરે તદ્દન સાફ હોય છે. પીરસનાર સ્વચ્છ હોય છે.
દરરોજ સ્ટીમર કેટલી ચાલી છે તેને રિપોર્ટ થાય છે. અને કેટલાક તે પર જુગાર રમે છે. એની ટીકીટની ફી બે શીલીંગ હોય છે.
આખી દુનિયામાં શું બને છે તેના દરરેજ મેટા વિગતવાર તારે વાયરલેસથી આવે છે તે બેડપર ચૂંટાડવામાં આવે છે.
સ્ટીમરમાંથી વાયરલેસ તાર મૂકવાને પ્રથમ દિવસને ચાર્જ દર એક એક શબ્દની ૯ પેની. આજે ૨ શીલીંગ છે. જેમ આંતરે વધતું જાય છે તેમ શબ્દની કિંમત વધતી જાય છે.
સ્ટીમરમાં કપડાં ધોવાનું ખાતું પણ હોય છે. દેવરામણની કિમત આકરી હોય છે, પણ સાધન હોય છે. ગરમીના પ્રદેશમાં
ઇએ ત્યાંસુધી કપડાં વધારે મેલાં થાય છે. ઠંડી હવા પટેલેડ પછી આવશે ત્યારે કપડાં ધોવરાવવાની બહુ જરૂર નહિ પડે એમ કહે છે.
રમત ગમતનાં સાધને બહુ ઊભા કરે છે. ડેક ટેનીસ, અકેટ ટેનીસ, રીંગ્સ વિગેરે અનેક રમતે સવારે ચાલે છે અને રવિવાર સિવાય દરરોજ રાત્રે ડાન્સ ચાલે છે. એ દિવસ.
આજે સવારે ડેક ઉપર ફરતાં ઉડતી માછલીઓ જોવામાં આવી. માછલી પાણીમાંથી બહાર નીકળે, ઉડે અને વળી પાણીમાં પેસી જાય. આ દેખાવ મજાને લાગ્યું. આજે પણ દરિયા શાંત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com