________________
સફર
સ્ટીમર રાજપુતાના
ક્ટવાની બાબતમાં પણ તેમને ઘણું સુગ હોય છે પણ રાક્યાં હીંગને ઉપયોગ થતું નથી તેથી એ બાબત ઘણી ચિંતા રાખવા જેવું નથી.
ખાતી વખત મુખમાં વસ્તુ નાખતી વખતે મહેઠું ઉઘાડવું, ચાવતી વખત મુખ બંધ રાખવું. ટેવ પાડવાથી આ બાબત આવડી જાય તેવી છે. - જ્યારે ખેરાક ખાઈ રહ્યા હોઈએ ત્યારે જ કાંટાને આપણી સામે (પેરેલલ) મૂકે. એનો અર્થ આપણે ખાઈ રહ્યા છીએ એમ સમજાય છે. જે ખાતાં ખાતાં એમ કાંટાને મૂકવામાં આવશે તે ટુઅર્ટ આખી રકાબી લઈ જશે. આ બાબત ચીવટ રાખવા જેવી જણાય છે.
સુપ વિગેરે પ્રવાહી ચીજ મોટા ચમચાથી ખવાય છે. આઈસક્રીમ નાના ચમચાથી ખવાય છે.
ચા પીવામાં રકાબીમાં ચા ન લેવી. કપમાંથી જ પીતાં શીખવું. ચા પીતાં કે કેફી પીતાં અવાજ ન કરે.
ટુઅર્ટ પીરસવા આવે ત્યારે આપણે તે વસ્તુની રૂચિ ન. હોય તે “ને, થેન્કસ” કહેવું.
નોકર કામ કરે ત્યારે પણ સભ્યતાના નિયમ પ્રમાણે આભાર માનો. ખાવાની ચીજે કેટલી અનુકૂળ છે તે જોઈ જોઈએ તેટલી પિતાને હાથે લેવી. બનતા સુધી કોઈ વસ્તુ છાંડવી નહિ. જો કે છાંડવાનો ખાસ વાંધો નથી પણ એ ઠીક દેખાતું નથી.
ખાતી વખતે વાત કર્યા કરવાનો રિવાજ છે. રસવતી. પીરસવાના સામાનની, ટેબલની અને વસ્તુઓની સ્વચ્છતા ખાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com