________________
સ્ટમર રાજપુતાના
૩૭ આજના અનુભવ ઉપરથી જોવામાં આવ્યું કે પાશ્ચાત્ય લોકો એકંદરે ઘણું ખાય છે. પાંચવાર તો દરરોજ નિયમિત રીતે ખાય છે. સવારે ઉઠતાં ચા, પછી બ્રેકફાસ્ટ સાડા આઠ વાગે, બપોરે એક વાગે લંચ, ચાર વાગે ફરીવાર ચા અને રાત્રે જમણ. આમાં ચા પણ એકલી લેવાનો રિવાજ નથી. મારા શરૂઆતના અનુભવ ઉપરથી કહું તો તેઓ સરેરાશ આપણા કરતાં ત્રણગણું જરૂર ખાતા હશે.
રવિવારનો દિવસ હતો. સવારે એ લોકો ૧૧ વાગે ડાઈનીંગ સલૂનમાં પ્રાર્થના કરવા એકઠા થાય છે. રવિવારે ધર્મસન્મુખ વૃત્તિવાળા લોકો રમતા કે નાચ કરતા નથી એમ એક અંગ્રેજ મિત્ર કહેતા હતા.
પ્રથમ દિવસે નેટિસ હતી કે ૩-૪૫ મીનિટે ઘડિઆળ અરધા કલાક પાછી કરવી. બીજે દીવસે નોટિસ હતી કે ઘડિઆળ ૧૧-૧૫ મીનિટે અરધો કલાક પાછળ કરવી. ભૂગોળ સમજનારને આમાં નવીનતા નહિ લાગે. પશ્ચિમ તરફ જઈએ તેમ સૂર્યમંડ ઉગતે જાય છે એટલે ઘડિઆળ ફેરવવી પડે છે. પ્રથમ દિવસે ૨૨ કલાકમાં મુંબઈથી અમે ૩૭૭ નેટ ( દરિયાઈ માઇલ ) આવ્યા. આવી ઝડપે પ્રવાસ આગળ વધતો જાય છે. ઘણું આનંદદાયક વાતો અનેક સહપ્રવાસી પાસેથી સમજાય છે અને અનુભવમાં વધારે કરવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે.
દરિયે પ્રથમ દિવસે શાંત રહ્યો. આકાશમાં કઈ કઈ વાદળાં દેખાય પણ હજુ જરા પણ દરિયાની અસર જણાતી નથી. સ્ટીમર આગળ વધે છે અને હાલ તે સ્ટીમરમાં મોટી રાજધાની અને ડેક પરથી જોઈએ તે ચારે તરફ પાણી અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com