Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
છે
૩૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૭-૧૧-૩૪ ત્યાં પણ કહેશો કે મારું મન પણ મારું તે કોનું? સિદ્ધ થયું કે તે (મન) પણ અલગ છે. એની પણ ખાતાવહી ક્યાં ? પાંચે ઇંદ્રિયોના વિષયોના વિચારોનું સારાનરસાપણું ખતવાયું ક્યાં ? આ બધાનો હિસાબ રાખનારને એક પદાર્થ જરૂર માનવો પડે. અમુક નામવાળી કોઈ ચીજ છે એમ પણ માનવું પડે. બીજી વાત. અમુક સંયોગથી જીવ થાય છે એમ કહો તો વગર સંયોગવાળા સંમૂર્છાિમ ઘણા જીવો છે તેમજ દરેક સંયોગમાં જીવો નથી (નીપજતા નથી) આટલા માટે જીવ તો માનવો જ પડશે. જીવની ઉચ્ચનીય દશા, સારાનરસા વિચારો પ્રત્યક્ષથી અનુભવાય છે. સારા વર્તનનું કારણ સારા વિચાર, નરસા વર્તનનું કારણ નરસા વિચાર. આ બે વાત તમારે માનવી પડશે. એનું જ નામ પુણ્ય અને પાપ. આવું જ શરીર, આવું જ ઘર, આવા જ સંયોગો કેમ મળ્યા ? ત્યાં પુણ્યપાપ માનવાં પડશે, ત્યાં જિંદગી પહેલાંના કારણો માનવાં પડશે. કેટલાક જન્મથી આંધળા હોય છે, કહો એણે આ જિંદગીમાં કયા ખરાબ વિચાર વર્તન કર્યા ? અહીં અગાઉનાં કારણોને માનવાં પડશે, આજની આરોગ્યવિદ્યા મુજબ શું ઢેડ, ચમાર મરી જવા જોઇએ ? નહિ ! એનું શરીર જ એવું ઘડાયું છે. વારૂ ! તમને ખાવા ઈષ્ટ સંયોગ અને એને એવા અનિષ્ટ સંયોગ કેમ મળ્યા ? અહીં તમારે પુણ્યપાપ એ તત્વોમાં આવવું જ પડશે, એને માનવાં જ પડશે, એને તો તમારે નરક માન્યા સિવાય છૂટકો જ નથી. ન્યાયમાં ગુન્હા કરતાં સજા વધારે હોય. પાંચ રૂપિયાના ચોરને પાંચનો દંડ હોય તો ચોરી રોકાય ? સેંકડો ગુન્હેગારોમાંથી એક પકડાય છે, બધા પકડાઈ જતા નથી, તેમજ એક ગુન્હેગાર બધા ગુન્હાથી પકડાતો નથી. ગુનાની અપેક્ષાએ સજ્જડ સજા હોય, ગુના કરતાં વધારે સજા હોવી જ જોઇએ. આ ઉપરથી નરકના અસ્તિત્વની વાત સહેજે મગજમાં ઉતરશે. આજ વાતને કર્મના સિદ્ધાંતમાં ઉતારો. એક મનુષ્ય બીજાને જીવથી મારી નાખે તો એની સજા એણે કયા ભોગવવાની ? કેમકે જેને અહીં મારવાના સંસ્કાર પડ્યા છે તે બીજી જિંદગીમાં સખણો ક્યાં રહેવાનો ? ત્યાં એવી જિંદગી માનવી પડશે કે એ બીજાનો જાન લઈ શકે નહિ. એવી જિંદગીઓ કે જ્યાં પોતાનો જાન કોઈ લઈ શકે નહિ. નરકમાં જન્મેલા નારકીઓ કોઇનો પણ પ્રાણ લઈ શકતા નથી. તિર્યંચની કે મનુષ્યની ગતિમાં બીજો જાન લઈ શકે છે. દેવતાની જિંદગીને શિક્ષાનું સ્થાન માનશો કો શિરપાવનું સ્થાન નહિ રહે તો કહો કે દેવગતિને ઇનામનું સ્થાન માનીને શિક્ષાનું સ્થાન જુદું માનવું પડે.
એક મનુષ્ય એકનું ખૂન કર્યું અને બીજાએ દસનું, સોનું કે હજારનું કર્યું તો પણ અહીંની સરકાર ફાંસી એક જ વખત આપે છે. સજા એક જ ખૂન જેટલાને ! એથી વધારે સજા કરવાની આ સરકારની શક્તિ નથી. કર્મનો સિદ્ધાંત અહીં માનવો પડશે. નરકગતિ અહીં સહેજે સ્વીકારવી પડશે. ‘ટકે શેર ભાજી ટકે શેર ખાજાં' એ ન્યાય જેવી શિક્ષા કર્મના સિદ્ધાંતમાં નથી. નારકી ગતિમાં વારંવાર મરણ થાય છે અને જીવન થાય છે. શરીર કપાઈ જાય તળાઈ જાય, વિંધાઈ જાય એ મરણ અને પાછું તૈયાર