Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૫૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૯-૧-૩૫
નામકર્મ બાંધતી વખતે સુરાસુર નરેંદ્રની પૂજા આદિરૂપ તીર્થકર નામકર્મના ફળ ભોગવતી વખતે કુક્ષિભરિતાને આવવાનો અવકાશ જ નથી. અર્થાત્ ચાલુ પ્રકરણની અપેક્ષાએ એમ માની શકીએ કે તુચ્છ એવી ચક્રવર્તીપણાની ઋદ્ધિ જગત જીવોમાં ઉત્તમ ગણાતી છતાં પણ તે આત્મભરિપણાના દોષથી સર્વત્ર વ્યાપ્ત છે ત્યારે આ તીર્થકરપણાની ઋદ્ધિ કે જે ચક્રવર્તીપણાની ઋદ્ધિ અને મહત્તા કરતાં અનંતગુણ અધિક છે, છતાં તેમાં ફળકાળે પણ આત્મભરિપણાની ગંધ સરખી નથી, અને તે પ્રાતિહાર્ય અને અતિશયના કરનારા દેવદાનવો તે પૂજા માન્યતા વિગેરે જે કરે છે, તે પણ જગતના જીવોને નિગ્રંથ પ્રવચનની શ્રદ્ધા, પ્રતીતિ અને અભિરૂચિના કારણ તરીકે જ કરે છે. કોઈ પણ દેવ કે દાનવે ત્રિલોકનાથ તીર્થકરની પૂજા માન્યતા કે પ્રાતિહાર્ય કે અતિશયો ભગવાન તીર્થંકરના આત્માના ભોગ માટે કરેલા નથી. અર્થાત્ દેવદાનવોએ કરાતી પૂજા માન્યતારૂપ ઋદ્ધિ તીર્થકરોની ગણાય છતાં તે કુલિંભરિતાવાળી તો નહિ પણ કેવળ તીર્થકર સિવાયના જીવોને પ્રતિબોધના સાધન તરીકે ઉપયોગવાળી હોય છે.
ઉપર જણાવેલા પ્રાતિહાર્ય અને અતિશયના આત્મભરિવરૂપ દોષના હેતુના શૂન્યપણાને અંગે જે ભગવાન તીર્થકરો દેવતાઓએ રચેલા સમવસરણાં બીરાજી શકે છે, અને અતિશયો છતાં પણ નિર્દોષ રહી શકે છે. ચક્રવર્તીપણાની ઋદ્ધિ પરિભોગ વખતે આત્મભરિવ દોષવાળી છે એટલું જ નહિ પણ કેટલીક વખત તે ચક્રવર્તિપણાની સાધનભૂત કર્મો મેળવવાની વખત પણ તે આત્મભરિવ દોષથી વ્યાસ હોય છે અને આ હકીકત સુભૂમ અને બ્રહ્મદત્ત ચક્રવર્તીના પૂર્વભવના વૃત્તાંતોને વિચારનારથી અજાણી રહે તેમ નથી. ત્રિલોકનાથ તીર્થંકરની ઋદ્ધિને અંગે તો પૂર્વે જણાવ્યા પ્રમાણે હેતુકાળ કે ફળકાળ બંનેમાંથી એક વખત આત્મભરિત્વનો અંશે પણ દોષ હોતો નથી, પણ હેતુકાળ અને ફળકાળ એ બંને વખતે પરોપકારના પરિપૂર્ણ પરાગથી મધમધી રહેલી હોય છે.