Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૧૯
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૩-૩૫ સૂત્રોમાં માત્ર તે જમાલિ વિગેરેના ચરિત્રના વર્ણનનો જ પ્રસંગ છે અને તેવા વર્ણન પ્રસંગમાં પ્રેક્ષાપૂર્વકારિતાને અંગે શંકાને સ્થાન ન હોય પણ વ્યાખ્યાકારોને વ્યાખ્યા કરતાં તેવી શંકા કરી સ્વતંત્રપણે પણ ઉઠાવીને તેના સમાધાનની જરૂર હોય તે સ્વાભાવિક છે. આ ઉપરથી વક્તાનો આશય એમ કહેવાનો હોય કે નિશ્ચિત પડવાવાળાઓને પણ દીક્ષા દઈ જ દેવી એમ સમજવામાં ભૂલ કરવી નહિ, પણ એટલું તો નિશ્ચિત સમજવું કે નિશ્ચિત પ્રતિપાદવાળાને પણ થયેલી દીક્ષા મોક્ષના બીજને થાપનારી છે અને તે ગુણવિશેષને અંગે જ ભગવાન મહાવીર મહારાજાએ નિશ્ચિતપણે પડવાવાળા એવા હાલિકને દીક્ષા દેવડાવી છે. જો કે એ ઉપરથી કોઈએ એવું સમજવામાં ભૂલ ન કરવી કે બધા નિશ્ચિત પતિત થનારાઓ સામાન્ય જ્ઞાનવાળાને દીક્ષા દેવા લાયક છે, કેમ કે સામાન્ય જ્ઞાનવાળાઓને જેવો ભવિષ્યની સુંદરતાનો નિશ્ચય નથી તેવો ભવિષ્યના પ્રતિપાતિપણાનો નિશ્ચય પણ નથી જ પણ મરીચિ આદિકની થયેલી દીક્ષા ઉપરથી એટલું તો જરૂર નિશ્ચિત થાય કે ચારિત્ર ગ્રહણ કરીને જેઓ તે ચારિત્રથી પતિત થાય છે તે ચારિત્ર લેનારા કે તેને ચારિત્ર દેનારા પ્રથમથી જ પાપના ભાગી હતા કે ઉન્માર્ગે પ્રયાણ કરનારા હતા એમ કહેનારાઓ માર્ગથી વિમુખ છે એમ કહેવામાં અસત્પણું તો નથી જ.
૨. ગુણઠાણાની પદ્ધતિ અને પરિણતિ સમજનારા વિચક્ષણો આ વાત તો સારી પેઠે સમજે છે કે કોઈપણ કાળે કોઈપણ તીર્થમાં કોઈપણ સાધુ મુહૂર્ત (બે ઘડી) કરતાં અધિક કાળ છવસ્થ છતા અપ્રમત્તપણે રહી શકે નહિ. (જો કે ભગવાન મહાવીર મહારાજનો પ્રમાદકાળ અને ભગવાન રૂષભદેવજીનો પ્રમાદકાળ અનુક્રમે અંત ર્મુહૂર્ત અને અહોરાત્ર કહેવાય છે પણ તે નિદ્રાપ્રમાદની અપેક્ષાએ જ માત્ર જણાવેલો સમજવો. ગુણઠાણાની અપેક્ષાએ તો તે મહાપુરુષોને પણ અંતર્મુહૂર્ત પરાવર્તન સમજવું) અર્થાત્ અંતર્મુહૂર્તથી અધિક જીવન ધારણ કરનારા મનુષ્યોને દીક્ષા આપનારા તીર્થકર, ગણધર, કેવળી કે અન્ય કોઈપણ પૂજ્ય પુરુષો હોય તો તેઓ ભવિષ્યની પ્રમત્ત દશાને જાણીને અને સમજીને જ દીક્ષા આપે છે એમ માનવું જ જોઈએ, અને એ જ કારણથી શ્રી દશવૈકાલિક અને આચારાંગસૂત્રમાં સાધુઓને ઉપદેશ કરતાં સૂત્રકાર મહર્ષિઓ પ્રવ્રજ્યા લેતી વખતના પ્રવ્રજ્યા સ્થાનને પાલન કરવાનું ફરમાવે છે. અર્થાત્ પ્રવ્રજ્યા સ્થાનનું હંમેશાં પાલન કરવાનો ઉપદેશ સ્પષ્ટપણે જણાવે છે કે પ્રજ્યા ગ્રહણ કરતી વખતના પ્રવ્રજ્યા સ્થાનનું પાલન સ્વભાવસિદ્ધ નથી, અને તેથી પ્રવજ્યા ગ્રહણ કરતી વખતે પ્રાપ્ત થયેલા પ્રવ્રજ્યા સ્થાનથી પતન થવાનું સ્વાભાવિક જ છે. આ વિચારથી એમ નક્કી માનવું પડે કે પ્રજ્યા ગ્રહણ કરતી વખતે થયેલા અપ્રમત્ત સંતપણાના અધ્યવસાયમાં જીવનું નિયમિત રહેવું થતું નથી, અને અપ્રમત્ત ગુણઠાણાનો કાળ પણ અંતર્મુહૂર્તથી અધિક નથી માટે અંતર્મુહૂર્તથી અધિક જીવનવાળા પુરુષોને દીક્ષા દેનારે આગામી પ્રમત્તપણું ધારીને જ દીક્ષા દીધી છે એમ કહેવા કે સમજવામાં