Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૨૨
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૩-૩૫ ભગવાન ભદ્રબાહુસ્વામીજી સ્પષ્ટ શબ્દોમાં મરીચિના ભવમાં તેને સમ્યકત્વની પ્રાપ્તિ થયેલી જણાવે છે અને તેથી તે મરીચિનો દિક્ષા પર્યાય સમ્યગ્ગદર્શન રહિતપણાને લીધે દ્રવ્ય દીક્ષારૂપ ગણાય તેમ નથી કદાચ ઉત્તરકાળે બાધ થવાની અપેક્ષાએ કે દીક્ષા લેતી વખત પ્રતિબોધનાં ભિન્ન કારણો જણાવવાને લીધે કદાચ સમ્યક્ત ન માની દ્રવ્ય દીક્ષા માનીએ તેટલા પૂરતો જ આ ઉપર વિચાર જણાવેલો છે.
એવી રીતે દીક્ષિત થયેલા મરીચિકુમારને અસ્નાનાદિક પરિષહોનું સહન ન થવાથી શ્રમણનિગ્રંથના સુવિહિત માર્ગથી ચલાયમાનપણું થયું. ‘આવી રીતે ચલાયમાન થયેલી અવસ્થામાં પણ તેઓ પોતાને ઘેર ભરત ચક્રવર્તી પાસે જઈ શક્યા નહિ. ટીકાકાર મહાશયો આ બાબતમાં કારણ સ્પષ્ટપણે ભારતની લજ્જાનું જ જણાવે છે. અર્થાત્ પિતાનો પુત્રવત્સલપણાનો જગપ્રસિદ્ધ અવિચળ સ્વભાવ છતાં પણ તે ભરત મહારાજા જે મરીચિના પિતા હતા, તેઓ પરલોક વિરુદ્ધ એવાં કાર્યો આચરીને સ્વયં આત્માનું અહિત કરનારાઓ તરફ પુત્રવત્સલતા અંશે પણ દેખાડી શકતા ન હતા, એટલું જ નહિ પણ તેવાઓ તરફ ઉદાસીન વૃત્તિથી રહેવાની સ્થિતિ પણ ભરત મહારાજા રાખી શકતા ન હતા, અને તેથી જ મરીચિકુમાર પરિષદને લીધે સાધુપણું પાળવા હિંમત હારી ગયા છતાં ઘરે પિતાજી ભરત મહારાજાને શરણે જઈ શક્યા નહિ. વર્તમાનમાં પણ શાસનપ્રેમીઓ એવા જ હોય છે કે ચારિત્રથી પતિત થનારા સાથે કોઈપણ જાતની લેવડદેવડ કે શેઠ-નોકરપણાનો સંબંધ રાખતા નથી. જો કે કેટલાક શાસનપ્રેમીપણાના રંગમાં લોકોમાં દેખાવ દેનારા એવા પણ હોય છે કે જેઓ દ્રવ્ય અને ભાવ બંને પ્રકારથી દીક્ષાથી પતિત થયેલાઓને પોતાનું આખું તંત્ર સોંપે છે અને તેવા પતિતો દ્વારા જ શાસનનો સઢ ચઢાવવા માગી શાસનના ધુરંધર પુરુષોથી વહેતો સત્ય માર્ગમાં તે ધુરંધર પુરુષો ઉપર ઈર્ષાનલનો દાવાગ્નિ વરસાવવાનો ધંધો કરાવી, તેવાઓના પેટ ભરાય છે. શાસ્ત્રકારોના વચન મુજબ તો દ્રવ્યદીક્ષાથી પતિત થયેલા મનુષ્ય જન્મભૂમિ, દીક્ષાભૂમિ અને વિહારભૂમિનો ત્યાગ કરીને અન્ય સ્થાને રહેવું શાસનની શોભા ઈચ્છવાવાળા માટે હિતાવહ છે, અને સંયમપતિતપણાને અંગે પોતાના આત્માની અધમતા માનતા અને જણાવતા રહેવા સાથે સંયમમાર્ગમાં સંચરતા સંયમીઓનું બહુમાન ગણતા અને પ્રકાશતા રહેવું જોઈએ, પણ આ વસ્તુસ્થિતિ તેઓમાં જ હોય કે જેઓ સંયમથી પતિત થયા છતાં પણ સમ્યકત્વથી પતિત ન થયેલા હોય તેમને માટે જ શાસ્ત્રકારોએ જણાવેલી છે, અને તેથી તેવી જ સ્થિતિવાળા માટે તે યોગ્ય હોય અને ઇતર સ્થિતિવાળા ઇતર માર્ગ ગ્રહણ કરે અને કરાવે તેને બદલે શું કહી શકાય ? તત્ત્વમાં એટલું જ કહેવાનું કે ચક્રવર્તી મહારાજા ભરત તેવા પતિતોના પડછાય પણ નહિ જવાવાળા હોવાથી મરીચિકુમાર પિતાને શરણે જઈ શક્યા નહિ. જ્યારે પરિષહથી હારી જવાને લીધે સાધુપણું પળાતું નથી અને ભરતની લજ્જાએ ઘેરે પણ જવાતું નથી તો કેવી રીતે હવે જીવન-પ્રવાહ કરવો એવી વિમાસણમાં