Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૬૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૦-૩-૩૫ કહેવડાવનારો પોતે લૌકિક સ્થિતિએ વિધેય તરીકે અથવા આદરવા યોગ્ય પ્રવૃત્તિ તરીકે બતાવે છે તેને શ્રાવક તરીકે પણ સ્વીકારવાની શાસ્ત્રોમાં સ્પષ્ટ ના છે. શ્રાવકપણાની પરિણતિનું જ્યાં કાંઈ પણ સ્થાન ન હોય અને પદગલિક પોષણની જ જ્યાં ગળથુથી દેવાતી હોય તેણે વિચાર કરવાનો છે કે પોતાના સુભાગ્યને યોગે મળેલો યોગ તે મિથ્યા કરે છે. જગતમાં અનેક યોનિઓ છે તેમાં મનુષ્ય યોનિ શ્રેષ્ઠ છે. મનુષ્યયોનિમાં આર્યક્ષેત્ર ઉત્તમ છે અને આર્યક્ષેત્રમાં પણ જૈનકુળ શ્રેષ્ઠ છે. હવે જૈનકુળમાં આવ્યા છતાં પણ ધર્મામૃતની ગળથૂથી જ મળે છે કે પદગલિકતાનું વિષ દેવાય છે તે કાંઈ નક્કી નથી. આથી જ શાસ્ત્રકાર મહર્ષિઓ મનુષ્યભવને “દશ દ્રષ્ટાંત દુર્લભ” કહે છે. ચોર્યાસી લાખ જીવોની યોનિઓ છે તેમાં ગર્ભ થકી જન્મની પ્રાપ્તિ થાય છે એવી યોનિ બહુ જ થોડી છે અને તેમાંએ આર્યકુળ અને જૈનકુળ મહા દુર્લભ છે અર્થાત્ સંસાર એ જીવાત્માને માટે તો જેમાં લાખો માર્ગો હોય એવી પ્રચંડ ભૂલભૂલામણી જ છે. દુનિયાના કારીગરોએ પાંચ સાત માર્ગોની ભૂલભૂલામણી બનાવી હોય તો પણ મનુષ્ય તેમાં ભૂલો પડી જાય છે અને ચક્કરે ચઢે છે તો પછી જે ભૂલભૂલામણીમાં લાખો માર્ગો છે તેવી પ્રચંડ ભૂલભૂલામણી માટે તો કહેવાનું જ શું હોય વારૂં? ત્યાગવા લાયક શું? માગવા લાયક શું?
વળી બીજી એક ખાસ ધ્યાનમાં રાખવાની વાત છે તે સમજો. ભૂલભૂલામણીમાં ફરનારો માણસ તો પોતાની આંખોને ખુલ્લી રાખીને ચાલનારો હોય છે તે છતાં પણ તે ભૂલો પડે છે ત્યારે કોઈ આંધળો આ ભૂલભૂલામણીમાં જઈ પડ્યો હોય તો તેની શી દશા થાય તેની માત્ર કલ્પના જ કરી લો. નજરે જોઈને ચાલનારો પાંચ રસ્તામાં ભૂલો પડી જાય છે ત્યારે અહીં તો લાખો રસ્તા છે અને તે રસ્તે ચાલનારા જીવાત્માની દશા આંધળા જેવી છે. આવા પ્રચંડ મોહમાર્ગનો જ્યાં વિસ્તાર છે તેવા સંસારમાં જૈનકુળ સિવાય અન્ય કુળની પ્રાપ્તિ થાય તો તેને માટે જીવાત્માને કેટલો ખેદ થવો જોઈએ તેનો વિચાર કરો. આદ્રકુમાર ચારિત્રવિરાધનાના પાપથી અનાર્ય ક્ષેત્રમાં જન્મ્યા હતા પરંતુ તેને તેનો શોક એટલો બધો થતો હતો કે છેવટે તે માતા, પિતા, સઘળાને ઠગીને રાજ્ય તથા ઘર તજીને નીકળી ગયો, લક્ષ્મીને લાત મારી અને રાજગૃહીના મહારાજા શ્રીશ્રેણિકના પુત્ર અભયકુમાર સાથે મિત્રતા કરી તેણે પણ દીક્ષા લીધી. અનાર્ય કુળમાં ઉપજ્યાનો ભવ્ય આત્માને કેટલો શોક થાય છે તે જુઓ ! જે સદા સર્વદા ધર્મનો ચાહક છે એવો જીવ જે ધર્મને માટે લાયક છે તે જીવ શ્રાવકકુળ સિવાય અન્ય કુળમાં જન્મ લેતો નથી. શ્રીમંતાવસ્થા, ધનવૈભવ અને છેવટે ચક્રવર્તિપણું પણ ત્યાગવા લાયક કહ્યું છે તે શ્રાવકકુળને અંગે યાગવા લાયક કહેલું છે, આ કથનનો મર્મ સ્પષ્ટ રીતિએ એટલો જ છે કે આત્માના હિતની દ્રષ્ટિએ જેનું ત્રાજવું ઘડાયેલું છે તેના ત્રાજવામાં એક તરફ શ્રાવકકુળ મૂકો અને બીજી બાજુએ ધન, વૈભવ,