Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
-
-
પ૪૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૨-૯-૧૯૩૫ શ્રીભગવતીજીસૂત્રમાં જે જીવ સાધુઓને રીતે થઇ શકયા ? શુભ ઉપયોગવાળાને જો શુદ્ધ આહારપાણી વહોરાવે છે તે દેવતાનું લાંબુ પુણ્યબંધ થાય તો દીર્ધ આયુષ્યની પ્રાપ્તિ થાય છે આયુષ્ય બાંધે છે એવું શાસ્ત્રકાર મહારાજાએ એક અને શુદ્ધ ઉપયોગવાળાને એકાંતે નિર્જરા થાય. સ્થળે કહ્યું છે ને બીજી જગાએ ત્યાં જ એવું કહ્યું આથી સ્પષ્ટ થાય છે કે ધર્મની કિંમત લૌક્કિ અને છે કે જે સાધુને સૂઝતું ને શુદ્ધ વહોરાવે તેને એકાંતે લોકોત્તર બંને દૃષ્ટિએ છે અને ધર્મ લોકોત્તર દૃષ્ટિ નિર્જરા થાય છે પરંતુ જરાય બંધ થતો નથી. બંધ એટલે શુદ્ધ દૃષ્ટિએ જ એક શાશ્વત સુખને આપનારી અને નિર્જરા જુદા રૂપે જ છે. હવે પ્રશ્ન એવો કલ્યાણદાયક ચીજ છે. ઉપસ્થિત થશે કે એક જ કાર્યમાં બે કારણો કેવી
પૂજ્ય મુનિમહારાજાઓને વિનંતિ. શ્રી સિદ્ધચક્ર પાક્ષિકના ત્રણ વર્ષો દરમ્યાન લગભગ દરેક સ્થળે પૂજ્ય મુનિ મહારાજાઓને તથા ઘણી લાયબ્રેરીઓને વાંચનનો લાભ મળે તે માટે તત્ત્વપ્રેમીઓની સહાયતાથી આ પક્ષિક ભેટ મોકલવામાં આવે છે.
અમારી પૂજ્ય મુનિમહારાજાઓને આગ્રહભરી વિનંતિ છે. જે આવા અમુલ્ય જ્ઞાનનો સારો વધુ ને વધુ પ્રચાર થાય અને લોકો આવા સસ્તા પણ અમૂલ્ય જ્ઞાનનો લાભ લે તે માટે તેની ઉપયોગિતા તથા ઉત્તમતા સમજાવી ગ્રાહકો જરૂર વધારવા કૃપા કરશો, જેથી આવા જ્ઞાનપ્રચારના કાર્યમાં અમારો ઉદ્યમ સફળ ગણાશે.
-----------------14
ગ્રાહકોને વિનંતિ અમારા માનવંતા ગ્રાહકો સહેજે સમજી શકે છે કે ફકત બે રૂપિયા જેવા ટુંકા લવાજમમાં આ પત્ર પ્રગટ કરવામાં અમને કેમ પોષાતું હશે ?
આમ પ્રગટ કરવાનું કારણ ફક્ત એકજ છે કે જનતા પરમપૂજ્ય શાસનપ્રભાવક આગમના અખંડ અભ્યાસી સકળ સ્વપરશાસ્ત્ર પારંગત સ્યાદ્વાદ સિદ્ધાંત સુધાસ્ત્રાવી આગમોદ્ધારક આચાર્ય દેવ શ્રીમદ્ સાગરાનંદ સૂરીશ્વરજી મહારાજાની દયસ્પર્શી યુક્તિ પ્રયુક્તિ સહિત સકળ આગમના ગૂઢ તત્વોથી ભરપૂર અત્યાર સુધી કદી પણ પ્રગટ નહિ થયેલ અને કોઇપણ સ્થળે અપ્રાપ્ય એવું સુંદર અને સ્પષ્ટ જ્ઞાનનો બને તેટલો વધુ લાભ લઈ શકે તે માટેજ તત્યપ્રેમીઓની ઉદારતાથી જ આવા ટુંકા લવાજમમાં પ્રગટ કરીએ છીએ.
માટે અમારા તત્વપ્રેમી વાંચકોને આગ્રહભરી વિનંતિ છે કે તેઓ પોતે ગ્રાહક બનવા સાથે બીજાને પ્રેરણા કરી તેની ઉપયોગિતા તેમજ ઉત્તમતા સમજાવી ગ્રાહક બનાવી ધર્મમાં રક્ત બનાવવાનો લાભ લેવા સાથે અમારા અમૂલ્ય જ્ઞાનપ્રચાર કરવાના પ્રયાસને ઉત્તેજન જરૂર આપશે જ. આશા છે કે દરેક ગ્રાહક નવા બે ગ્રાહક જરૂર બનાવશે જ. તંત્રી.