Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
|
|
T IT
વિમળાચળ ગિરિરાજની વર્ષગાંઠની વિશિષ્ટતા |
સમગ્ર જૈનજનતાની ધ્યાનમાં એ વાત તો ચોકસ છે કે ચૌદ | રાજલોકમાં, ત્રણ ભુવનમાં, પંદર ક્ષેત્રમાં આ વિમળાચળ ગિરિરાજ જેવું LTC કોઇપણ તીર્થ નથી. જો કે અઢીદ્વીપનો એક આંગળી જેટલો ભાગ પણ એવો - નથી કે જેમાં અનંતા જીવો સર્વ કર્મનો ક્ષય કરીને અવ્યાબાધપદને પામેલા HD ન હોય, કેમકે સંસારની આદિ નથી, તેમ પરંપરાએ સિદ્ધદશાની પણ આદિ નથી, અને તેથી અનંત ઉત્સર્પિણી અવસર્પિણીએ એક એક જીવ પણ જો એક એક જગાએ મોક્ષે ગયો હોય તો પણ અત્યાર સુધીમાં આખા અઢીદ્વીપમાં દરેક જગા પર પણ અનંત જીવો મોક્ષે ગયેલા સિદ્ધ થાય, અર્થાત્ એક આંગળ જેટલી જગા પર અઢીદ્વીપમાં અનંતા જીવોને મુક્તિ પામવા સિવાયની મળે નહિ અને આ જ કારણથી શ્રી ઔપપાતિક અને પ્રજ્ઞાપનાજી વિગેરેમાં દરેક સિદ્ધને આખી અવગાહનાએ અનંતા સિદ્ધ જીવોની સ્પર્શના જણાવવા સાથે એક એક સિદ્ધને દેશ અને પ્રદેશ ફરસેલા સિદ્ધો તે આખા ફરસનારા સિદ્ધોની અનંત સંખ્યા કરતાં અસંખ્યાતગુણા અનંતા છે. આવી રીતે સિદ્ધોની પરસ્પર સ્પર્શનાની સ્થિતિને વિચારનારો મનુષ્ય સહેજે સમજી શકશે કે અઢીદ્વીપમાંથી સમશ્રેણીએ જનારા જીવો સિદ્ધદશાવાળા થઈ શકતા હોવાથી અઢીદ્વીપનો એક | આંગળ જેટલો ભાગ પણ અનંતા જીવોની સિદ્ધિ સિવાયનો નથી. અર્થાત્ શ્રી વિમળાચળ ગિરિરાજની મહિમાની વિશિષ્ટતા જણાવતાં જે કાંકરે કાંકરે અનંતા સિદ્ધ થયા એમ કહેવામાં આવે છે તે કોઇપણ પ્રકારે યોગ્ય નથી, કારણ કે અઢીદ્વીપ બહાર કોઇપણ મોક્ષે જતો નથી, તેમજ અઢીદ્વીપનો કોઇપણ ભાગ કાંકરે કાંકેર મોક્ષ સિવાયનો છે નહિ, માટે સંભવ કે - વ્યભિચાર એક પણ ન હોવાથી અનંત સિદ્ધના સ્થાન તરીકે વિમળાચળની | [] વિશિષ્ટતા જણાવવી તે કોઇપણ પ્રકારે યોગ્ય નથી, પણ આવો વિચાર કરનારે સમજવું જોઈએ કે જેમ કાલનું અનાદિપણું હોવાથી અનાર્યક્ષેત્રમાં સિદ્ધ થયેલા પણ અનંતા છે. ત્રિલોકનાથ તીર્થકર ભગવાનના તીર્થનું + આલંબન લીધા સિવાય અતીર્થસિદ્ધપણે પણ સિદ્ધ થયેલા અનંતા છે. ITI સ્વયંબુદ્ધ કે પ્રત્યેકબુદ્ધ સિદ્ધપણે પણ અનંત જીવો સિદ્ધ થયેલો, તો પછી શું વિચારક પુરુષે અનાર્યક્ષેત્રને મોક્ષની ભૂમિ તરીકે ન ગણવું, અયોગ્ય ન ગણવું, ત્રિલોકનાથ તીર્થકર ભગવાને સ્થાપેલા તીર્થને સંસાર સમુદ્રથી તારનાર તીર્થને શું તારનાર તીર્થ તરીકે ન ગણવું ? અને ધર્મના યથાર્થ.
(જુઓ ટાઇટલ પાનું ત્રીજાં)
ITT]
| | | | | |
| | | |