Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
(જુઓ ટાઇટલ પાન ૪નું અનુસંધાન) સ્વરૂપને ધ્યાનમાં રાખીને ધર્મદેશનાની ધારાને અખંડપણે વરસાવતા આચાર્ય ભગવાનને શું તારક તરીકે ન ગણવા? અર્થાત્ જેમ અનાર્યક્ષેત્રાદિકમાં થતી સિદ્ધિની અલ્પતા તે આર્યક્ષેત્રાદિકની સિદ્ધિની મહત્તાને બાધ કરનાર નથી, અને તેથી સિદ્ધિમાર્ગના સાધન તરીકે આર્યક્ષેત્રાદિની મહત્તાજ આગળ કરવામાં આવે છે, અને તેમ કરવું યોગ્યજ છે, તો પછી પરમ પવિત્ર ગિરિરાજ શ્રી વિમળાચળની વિશિષ્ટતા જણાવતાં અનંત જીવોની સિદ્ધિના કારણ તરીકે તેની વિશિષ્ટતા જણાવાય તેમાં કોઇ પ્રકારે પણ આશ્ચર્ય નથી. સામાન્ય રીતે અકારણ કે અલ્પકારણને કથંચિત કાર્ય કરનારપણું થઇ પણ જાય તો પણ તે દ્વારાએ કારણકાર્ય ભાવનો વ્યવહાર જગતમાં પ્રવર્તતો નથી, પણ જે કારણથી ઘણી વખત નિયમિતપણે કાર્ય બને છે, તેવા કારણનેજ કાર્ય કરનાર તરીકે ગણવામાં આવે છે, અને આજ કારણથી લક્ષ્મી પ્રાપ્તિનો હેતુ વ્યાપાર ગણવામાં આવે છે, પણ માટીની ખાણ ખોદવાથી કોઈ વખત નિધાનો દ્વારાએ લમી મળે છે તો પણ તે ખાણના ખોદવાને લક્ષ્મી પ્રાપ્તિના ઉપાય તરીકે ગણવામાં આવતું નથી, તેવી રીતે ઠેસ લાગવાથી ઉખડેલી ઇંટના પ્રતાપે દેખવામાં આવેલી મહોરોવાળી હકીકત સત્ય છતાં પણ ઠેસ કે ઇંટોના ઉખાળવાને મહોરપ્રાપ્તિના કારણ તરીકે કોઇપણ સમજુ મનુષ્ય ગણવાને તૈયાર થતો નથી, તેવી રીતે અહીં પણ પવિત્ર ગિરિરાજ શ્રી વિમળાચળ સિવાયના સ્થાનકો સિદ્ધિપ્રાપ્તિના કારણ તરીકે ગણાય નહિ, પણ આ ગિરિરાજ શ્રી વિમળાચળજીને જ અનંત સિદ્ધિના કારણ તરીકે ગણી આરાધવા યોગ્ય ગણી શકીએ.
આ ભારતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં પહેલવહેલું કોઇપણ સ્થાવર તીર્થ સ્થપાયું હોય તો શ્રીપુંડરિકસ્વામી ગણધર પોતાના પરિવાર સાથે મુક્તિ પામ્યા, તેને અંગે સ્થાપાયેલું આ વિમળાચળ તીર્થ જ પહેલા નંબરે
ભાવતીર્થકર કરતાં પણ દ્રવ્યતીર્થની પ્રબળતા ગણવાનું જો કોઈને પણ અંગ બન્યું હોય તો આ પરમપવિત્ર ગિરિરાજ વિમળાચળજીને અંગે જ.
ચક્રવતી અને બીજા પણ અનેક રાજા, મહારાજાઓએ ઉદ્ધારો કરીને જેના અસંખ્યાતી વખતે ઉદ્ધારો કર્યા એવું પવિત્ર તીર્થ તે આજ વિમળાચળજીજ છે.
જેના ઈન્દ્રોએ અને દેવતાઓએ પણ ઉદ્ધાર કરેલા હોય એવું તીર્થ ફક્ત આ વિમળાચળજીજ.
લાખો અને કરોડો (કેટલાક સ્વચ્છેદ કલ્પનાવાળાઓ શાસ્ત્રથી નિરપેક્ષ અને શાસ્ત્રવિરૂદ્ધપણે ક્રોડની સંખ્યા પર કોડી કે એવી કોઈ સંખ્યા ગોઠવી દેવા માગે છે તેઓના વચન શાસ્ત્રાનુસારીને તો માનવાના હોય જ નહિ.)ની સંખ્યામાં મુનિમહારાજાઓએ તથા સાધ્વીઓએ જો મોક્ષપદ મેળવેલાં હોય તો તેવું સ્થાન આ વિમળાચળજી. (પ્રતરગણિતની અપેક્ષાએ શાસ્ત્રમાં જણાવેલી સંખ્યાનો સમાવેશ કરવામાં કોઈ જાતની અડચણ આવે તેમ નથી, પણ પુરૂષપરંપરા ઉપર વિચાર કરાય તો પણ લાંબા કાળને અંગે શાસ્ત્રોક્ત સંખ્યામાં અડચણ આવે તેમ નથી, આવા હેતુથી કેટલીક સૂત્રોક્ત અને ગ્રંથોક્ત સંખ્યામાં ફેર પડે તો શ્રદ્ધાળુઓને શ્રદ્ધા કરવામાં અડચણ આવે તેમ નથી.)
સર્વકાળમાં પોતાના આકારે નિયમિત રહેવાવાળું તીર્થ હોય તો તે ફકત આ વિમળાચળજી. પાંચ પાંડવો, શકરાજા, ચંદ્રશેખર વિગેરેને જબરદસ્ત કાર્યસિદ્ધિ આપનારા હોય તો તે આ જ તીર્થરાજ .
આવા પવિત્રતમ ગિરિરાજ શ્રીવિમળાચળની જે છેલ્લી પ્રતિષ્ઠા ચોર્યાસી ગચ્છના આચાર્યોને મેળવી, સર્વની સંમતિથી જે પ્રતિષ્ઠા કર્ભાશાહે કરાવી, અને જે પ્રતિષ્ઠાની વર્ષગાંઠ શ્રી સિદ્ધચલજી અને બીજે સ્થાને ઉજવાય છે, તે ઉજવણી ભવ્ય જીવો મહિમા ખ્યાલમાં રાખીને કરે, એટલા માટે જ આ લેખની જરૂરીયાત વિચારી છે.