Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
આઈ શાસનનો આદિમ આદેશ.
"अस्थि मे आया उववाइए नत्थि मे आया उववाईए"
. ગતાંકથી ચાલુ
-
-
આ આદેશમાં યત્રી એ ન્યાયથી અસ્તિતાનો અધ્યાહાર થઈ શકે એમ છતાં
સૂત્રનું સાધ્યાહારપણું બીજાઓએ શોભા તરીકે માનેલું છતાં જૈનાગમની શૈલીએ સાધ્યાહારપણું સૂત્રના બત્રીશ દોષો પૈકીનો એક દોષ છે એમ જણાવી અસ્તિક્રિયાપદ સાક્ષાત્ જણાવેલ છે. વ્યાકરણ, કોશ, ન્યાય, સાંખ્ય, છંદોનું શાસન, કાવ્યાનુશાસન વિગેરેના સૂત્રોમાં ક્રિયાપદ આદિના અધ્યાહારો હોય છે, પણ તેમાં શ્રોતાને સંદિગ્ધજ્ઞાન થવાનો કે વિપરીત અથવા અવ્યવસ્થિતજ્ઞાન થવાનો પ્રસંગ ગણી ત્રિલોકનાથ તીર્થકર ભગવાનની ત્રિપદીનું પાન કરનારા ગણધર મહારાજા ભવ્ય જીવોને ભવ્યતર બોધ કરવા માટે સ્પષ્ટ
ક્રિયાપદથી જ આદેશનો નિર્દેશ કરે છે. આ આદેશમાં ખરેખર મન્ ધાતુને તે પણ મવસ્તીપદ એટલે વર્તમાન વિભક્તિવાળો
અધ્યાહારથી આવી શકે છે એવો છતાં વર્તમાન વિભક્તિવાળો જ ૩ન્ ધાતુ સ્પષ્ટપણે જણાવી અધ્યાહાર એ ગૌરવ સ્થાન છે, પણ
બોધને માટે સારું સ્થાન નથી એમ સ્પષ્ટ કરે છે. આ આદેશમાં ચેતન, જીવ, પ્રાણી, જંતુ, સત્વ, ભૂત વિગેરે અનેક શબ્દો આત્માને
દર્શાવનારા છતાં, જે આત્મા શબ્દ વાપર્યો છે તે પ્રાણધારણાદિક જડજીવનની દશાનો, ખ્યાલ કરતાં કરતાં તેના સર્વકાલની જ્ઞાનદશાની પ્રાપ્તિરૂપ સર્વકાલ વ્યાપક ભાવપ્રાણોને ધારણ કરવારૂપ જડજીવની ધાર્યતા આત્મામાં અવ્યાબાધપણે રહેલી છે તે ધ્વનિત કરવા માટે ઓછો ઉપયોગી નથી.
-
-
- -
- -
- -
(જુઓ ટાઈટલ પાનું ત્રીજું)