Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text ________________
ચાર ભાવના (૨) પ્રમોદભાવના.
દુહો ગુણદયાને ગુણ પામીએ, ધ્યાન વિના ગુણ શુન્ય; પ્રમોદ ગુણિમાં ધારીયે, તો ગુણગણ સહ પુન્ય. ૧ ફલાવર્તનથી પામીયે, વર્તનમૂલ વિચાર; વિચાર હોય સસ્કારથી, ભાવ અને સંસ્કાર. ૨
(આદર જીવ ક્ષમા ગુણ આદર) એ રાગ. ભાવ પ્રમોદ ધરો ભવિ મનમાં જિમ ન ભમો ભાવ વનમાંરે; કાલ અનાદિ વાસનિગોદે, અક્ષર ભાગ અનંતોરે; ધરતો ચેતના જિનવર દીઠો, નવિ તેનો હોય અંતોરે. ૧ નિજરતો ધનકર્મ સકામે, દીસે પગ પગ ચડતોરે; અધ્યવસાય તથા વિધિ સાધિ, કર્મબંધને નવિ પડતોરે. ૨ બાદર વિકસેંદ્રિયતા પામી, પંચેન્દ્રિયપણું પામેરે; નરભવ આરજ ક્ષેત્ર ઉત્તમકુલ, શાસ્ત્રશ્રવણ સુખધામેરે. ૩ ગુરુસંયોગે કરણી તરણી, ભવજલધિ સુખ શરણી રે; લવે મિથ્યાત્વી પણ સુખવરણી, માર્ગગામી નિસરણી રે. ૪ દાન દયા શાંતિ તપ સંયમ, જિનપૂજા ગુરુનમને રે; સામાયિક પૌષધ પડિક્કમણે, શુભ મારગને ગગનેરે. ૫ પામે ભવિ સમકિત ગુણઠાણો, તેણે કિરિયારૂચી નામોરે; કરીયે અનુમોદન ગુણ કામો, લહીયે સુખના ધામોરે. ૬ કાષ્ટ પત્થર ફલ ફલપણામાં જિનપડિમાં જિનઘરમાંરે: શુભ ઉપયોગ થયો જે દલનો, તે આરાધના ઘરમાંરે. ૭ દશ દૃષ્ટાંતે નરભવ પામ્યો, સત્યમારગ નવી લાધ્યો રે; પણ ગુણવંત ગુરુ સંયોગે, સમક્તિ અભુત વાધ્યોરે. ૮ હોય તે આદ્યચતુષ્ટય ક્ષયથી, આરાધે ભવ આઠરે; શાશ્વત પદવી લાભે તેહને, નમીયે સહસને આઠરે. ૯ સમવસરણમાં જિનવર બેસે, નમન કરી ધર્મ કથવારે; દેશવિરતિ પણ જિનવર દીધી, ભવજલ પાર ઉતરવારે. ૧૦ માતાપિતાસુતદાર તજીને, રજતકનકમણિમોતીરે; હિંસાનૃતચોરીસ્ટીસંગમ, નમીયે તે જિનયોતિરે. ૧૧ ધાતિકરમક્ષયે કેવલ વરતા, કરતાં બોધ અકામોરે. જીવાજીવ નવતત્વ બતાવી, ભવિજનતારણધામોરે, ૧ ૨ સકલ કર્મયથી સિદ્ધ પહોતા, સાદિઅનંત નિવાસોરે; તે સિદ્ધ નિત્ય પ્રભાતે નમીયે, વરવા શમસુખ ભાસોર. ૧૩ ચારિત્ર પાલી હોય શૈવેયક પણ નહિ જાવે મુક્તિરે; જીવ અભવ્ય છે કારણ ગુણનો રાગ ન લેશ સદુક્તિરે. ૧૪ જીન ગુરૂ ધર્મતણા ગુણ ભાવે અવગુણ સતત ઉવખેરે; ક્ષણ ક્ષણ ગુણ ગણ ઉજ્વલ પામી આનંદ વાસ તે પેખેરે. ૧૫
Loading... Page Navigation 1 ... 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696