SearchBrowseAboutContactDonate
Page Preview
Page 610
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર ભાવના (૨) પ્રમોદભાવના. દુહો ગુણદયાને ગુણ પામીએ, ધ્યાન વિના ગુણ શુન્ય; પ્રમોદ ગુણિમાં ધારીયે, તો ગુણગણ સહ પુન્ય. ૧ ફલાવર્તનથી પામીયે, વર્તનમૂલ વિચાર; વિચાર હોય સસ્કારથી, ભાવ અને સંસ્કાર. ૨ (આદર જીવ ક્ષમા ગુણ આદર) એ રાગ. ભાવ પ્રમોદ ધરો ભવિ મનમાં જિમ ન ભમો ભાવ વનમાંરે; કાલ અનાદિ વાસનિગોદે, અક્ષર ભાગ અનંતોરે; ધરતો ચેતના જિનવર દીઠો, નવિ તેનો હોય અંતોરે. ૧ નિજરતો ધનકર્મ સકામે, દીસે પગ પગ ચડતોરે; અધ્યવસાય તથા વિધિ સાધિ, કર્મબંધને નવિ પડતોરે. ૨ બાદર વિકસેંદ્રિયતા પામી, પંચેન્દ્રિયપણું પામેરે; નરભવ આરજ ક્ષેત્ર ઉત્તમકુલ, શાસ્ત્રશ્રવણ સુખધામેરે. ૩ ગુરુસંયોગે કરણી તરણી, ભવજલધિ સુખ શરણી રે; લવે મિથ્યાત્વી પણ સુખવરણી, માર્ગગામી નિસરણી રે. ૪ દાન દયા શાંતિ તપ સંયમ, જિનપૂજા ગુરુનમને રે; સામાયિક પૌષધ પડિક્કમણે, શુભ મારગને ગગનેરે. ૫ પામે ભવિ સમકિત ગુણઠાણો, તેણે કિરિયારૂચી નામોરે; કરીયે અનુમોદન ગુણ કામો, લહીયે સુખના ધામોરે. ૬ કાષ્ટ પત્થર ફલ ફલપણામાં જિનપડિમાં જિનઘરમાંરે: શુભ ઉપયોગ થયો જે દલનો, તે આરાધના ઘરમાંરે. ૭ દશ દૃષ્ટાંતે નરભવ પામ્યો, સત્યમારગ નવી લાધ્યો રે; પણ ગુણવંત ગુરુ સંયોગે, સમક્તિ અભુત વાધ્યોરે. ૮ હોય તે આદ્યચતુષ્ટય ક્ષયથી, આરાધે ભવ આઠરે; શાશ્વત પદવી લાભે તેહને, નમીયે સહસને આઠરે. ૯ સમવસરણમાં જિનવર બેસે, નમન કરી ધર્મ કથવારે; દેશવિરતિ પણ જિનવર દીધી, ભવજલ પાર ઉતરવારે. ૧૦ માતાપિતાસુતદાર તજીને, રજતકનકમણિમોતીરે; હિંસાનૃતચોરીસ્ટીસંગમ, નમીયે તે જિનયોતિરે. ૧૧ ધાતિકરમક્ષયે કેવલ વરતા, કરતાં બોધ અકામોરે. જીવાજીવ નવતત્વ બતાવી, ભવિજનતારણધામોરે, ૧ ૨ સકલ કર્મયથી સિદ્ધ પહોતા, સાદિઅનંત નિવાસોરે; તે સિદ્ધ નિત્ય પ્રભાતે નમીયે, વરવા શમસુખ ભાસોર. ૧૩ ચારિત્ર પાલી હોય શૈવેયક પણ નહિ જાવે મુક્તિરે; જીવ અભવ્ય છે કારણ ગુણનો રાગ ન લેશ સદુક્તિરે. ૧૪ જીન ગુરૂ ધર્મતણા ગુણ ભાવે અવગુણ સતત ઉવખેરે; ક્ષણ ક્ષણ ગુણ ગણ ઉજ્વલ પામી આનંદ વાસ તે પેખેરે. ૧૫
SR No.520953
Book TitleSiddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages696
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy