Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
(ટાઈટલ પાના ત્રીજાનું અનુસંધાન) માફક શાસ્ત્રકારના નામે જોખમે અને જવાબદારીએ ભવભ્રમણની માફક જાણે માને ને બોલે તે કરતાં અસીલની માફક પોતાના જોખમે અને જવાબદારીએ જાણે માને અને બોલે એ જ શ્રેયસ્કર છે એમ જણાવવા દરેક વક્તા અને શ્રોતાને પોતપોતાના આત્માનું અવ્યાબાધ નિત્યપણું અને ભવપરંપરામાં ભમવાપણું જાણવા, માનવાને કહેવાની જરૂર
છે એમ ફરમાવે છે. આ આદેશથી પૃથક પૃથક પરસ્પર સ્વરૂપ ભિન્ન એવાં સાત અને અનુભવ અથવા હેયોપાદેયની
દૃષ્ટિથી ઉપયોગી એવાં નવ તત્વોને જણાવનાર જાણનાર ને મનાવનાર તથા માનનારાઓએ આદ્યમાં જ્ઞાન અને તેના અનંત ફલ તરીકે તથા બનેના ફલ તરીકે તથા પરમ ફલ તરીકે મોક્ષ મેળવવા માગનાર મનુષ્ય આત્માનું ભાન કરવાની
આવશ્યકતા છે એમ સ્પષ્ટ કર્યું છે. આ આદેશથી એ પણ સ્પષ્ટ ક્યું છે કે આત્માના અવ્યાબાધ સ્વરૂપને સમજનારે પ્રથમ સર્વ આશ્રવના
મૂલ સ્થાનરૂપ જન્મ દેનારા એટલે સાંપરાયિકના આશ્રવથી પ્રથમ સાવચેત થવાની
જરૂર છે. આ આદેશ એ પણ સ્પષ્ટ કરે છે કે જેઓ પોતાના આત્માને જન્મની જંજીરમાં જકડાયેલો ગણી
તે જંજીરને જંજેટી નાંખવા માટે જીવનને ઝંપલાવનાર જન જ જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળો છે અર્થાત્ જે મનુષ્ય આત્માનું નિત્યાનિત્યત્વ વિગેરે સમજે કે માને નહિ, અને જન્માદિને ટાળવાની બુદ્ધિથી વૈરાગ્યને વરે નહિ તે જીવો દુઃખગર્ભિત કે મોહગર્ભિત
વૈરાગ્યમાં જ જકડાયા છે. આવી રીતે અનેક પ્રકારે, અનેક અપેક્ષાએ વિચાર કરનારાઓ સ્પષ્ટપણે સમજી શકશે કે ગમનય અને ભંગના ભેદોથી પણ સૂત્રની અનન્નાર્થતા લેવી એ બરોબર જ છે.
(સંપૂર્ણ)
---------------------------------
આ પાક્ષિક ધી “જૈન વિજયાનંદ” પ્રિ. પ્રેસ, કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ, ભૂલેશ્વર, મુંબઈમાંથી પ્રગટ ક્યું.