Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૫૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૦-૩-૩પ આપે છે અને જૈનો પણ પૌગલિક તત્ત્વોને પોષતા ઉદ્યમવ્યવસાય જૈન બાળકોને શીખવે છે અને છતાં જ્યારે આપણે જૈન અને જૈનેતર કુળોમાં તફાવત માનીએ છીએ તો પછી એ તફાવત હું હશે તે ધ્યાનમાં લેવું જ જોઈએ. એ તફાવત એટલો જ છે કે જૈનેતરકુળમાં સાંસારિક વ્યવહારો કરવા યોગ્ય છે એમ માનીને કરવામાં આવે છે ત્યારે જૈનકુળમાં પૌગલિક વ્યવહારો કરવા યોગ્ય તો નથી જ પણ તે નિરૂપાયે કરવા પડે છે એમ માનીને કરવામાં આવે છે. સુધારકોમાં અને ધર્મીવર્ગમાં પણ જે તફાવત નજરે પડે છે તે અહીં જ છે. જગતની સઘળી પ્રવૃત્તિઓને સુધારકો આદરણીય માનીને આદરે છે અને ધર્મીવર્ગ તે કરવી પડે છે માટે કરે છે. અર્થાત્ પૌદગલિક પ્રવૃત્તિ એ જ એકનું ધ્યેય છે ત્યારે બીજાનો પદગલિક પ્રવૃત્તિઓ પરત્વે ધિક્કાર છે. વાણીયાભાઈ જા તાજીયામાં!
આ વસ્તુ પૂરી રીતે સમજવા માટે એક રમુજી દ્રષ્ટાંત લઈએ. કોઈ એક કસ્બાનું ગામ હતું. ગામમાં માયાભાઈની વસતિ વધારે હતી અને ત્રણ-ચાર હિન્દુઓના ઘર હતાં ! એક દિવસ તાજીયા નીકળ્યા. તાજીયાનું સરઘસ ચાલતું હતું. તેના ઉપાસકો પાછળ રોક્કળ અને હાયપીટ કરતા ચાલતા હતા. એટલામાં એક વાણીયો તે રસ્તે આવી પહોંચ્યો. પેલા મુસલમાનોમાંથી હાથ પકડીને એકે વાણીયાને પણ સરઘસમાં ખેંચી લીધો ! વાણીયો પણ સરઘસમાં ભરાઈને મુસલમાનો સાથે રોક્કળ કરવાનો ઢોંગ કરીને કૂટવા લાગ્યો ! મુસલમાનો તો કૂટતા જાય અને મોઢેથી મોટા મોટા સૂરમાં યા હુસેન, યા હુસેન ! એમ બોલતા જાય, ત્યારે આ વાણીયાભાઈ “આવી ભરાયા રે ભાઈ આવી ભરાયા!” એમ બોલીને કૂટતા જાય ! મુસલમાનોની રોક્કળમાં તેમના માન્ય પુરુષો પરત્વેની લાગણી હતી ત્યારે પેલો વાણીયો માત્ર માથા ઉપરની વેઠ ઉતારી રહ્યો હતો ! શ્રાવકકુળમાં પૌદગલિક પ્રવૃત્તિનું પોષણ થાય છે તે આવી ભાવનાથી થાય છે જે ભાવનાથી પેલો વાણીયો પોતાના મુસલમાન મિત્રોસહ કુટતો હતો તે જ ભાવનાથી શ્રાવકકુળમાં પદગલિક પ્રવૃત્તિઓ પોષાય છે. શ્રાવકકુળમાં તે પ્રવૃત્તિને ધ્યેય કે ઉદેશ તરીકે રાખવામાં આવતી નથી. જે કોઈ પોતે પોતાની શ્રાવકકુળ તરીકેની મહત્તા જાળવી રાખવા માગે છે, તેણે શ્રાવકકુળનો આ મુખ્ય આચાર દ્રઢપણે પાળવાનો જ છે. આ આચારમાં કોઈ પણ રીતે ભેદ કે અપવાદ રહે એ જૈનશાસન ચલાવી લેવા માંગતું નથી. આ રીતિથી ઉલટી રીતે વર્તનારાઓ પોતાના બાળકોને ગળથુથીમાં જ પૌગલિક પોષણના તત્ત્વો પાનારાઓ જૈનશાસન સમજેલા નથી. શ્રાવકના આચાર પાળે તે શ્રાવક.
જે કોઈ પોતાને શ્રાવક કહેવડાવે છે તેણે શ્રાવકકુળના કુલાચારને પાળે જ છૂટકો છે. જે શ્રાવક