Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
-iT- -
-
-
-
-
AL -
,
અક્ષયતૃતીયા પર્વની મહત્તા. સામાન્ય રીતે અખિલ જૈન જનતા તો શું પણ સમસ્ત હિંદુકોમ અક્ષયતૃતીયાના એક દિવસને ઉત્તમ દિન અને પર્વદિન તરીકે માને છે. તે અક્ષયતૃતીયાનો દિવસ વૈશાખ સુદિ એક
ત્રીજનો કહેવાય છે. તે દિવસની ઉત્તમતા જગતમાં પ્રચલિત થવાનું કારણ એ જ છે કે એક ગુરુ ભગવાન શ્રી ઋષભદેવજીને બારમાસિક તપસ્યાનું પારણું તે જ દિવસે શ્રેયાંસકુમારે
- શેરડીના રસથી કરાવ્યું હતું. જો કે દરેક તીર્થકરોને પહેલે પારણે ભિક્ષા દેનાર મહાપુરુષોના માં - નામો શાસ્ત્રોના પાને તો ચઢેલાં જ છે, અને તેની સાથે ભગવાન ઋષભદેવજીને પહેલા તો
પારણે અટેલે બારમાસીના પારણે ઇક્ષરસનું દાન દેનાર મહાપુરુષ શ્રેયાંસકુમારનું નામ પણ શાસ્ત્રોના પાનામાં ચઢેલું છે. છતાં કોઈપણ તીર્થકરના પારણાનો દિવસ જો આખી જૈનકોમમાં જાહેર પારણારૂપે પ્રખ્યાતિ પામ્યો હોય, અને જૈનેતર કોમમાં પ્રસિદ્ધ પર્વદિવસ તરીકે પ્રસિદ્ધ થયો હોય તો તે ફકત આ વૈશાખ સૂદિ ત્રીજનો દિવસ કે જેને સર્વલોકો અક્ષયતૃતીયા (અખાત્રીજ) તરીકે માને છે. આ પારણાના અખાત્રીજના દિવસને વધારે જાહેરાત મળવાનાં કારણો તપાસીએ - " ૧. આ આખી અવસર્પિણીમાં પાત્રદાન જે પ્રવર્તે છે તેની જડ ગણીએ તો આ અખાત્રીજનો જ દિવસ છે. (ભગવાન ઋષભદેવજીને પારણાને દિવસે જે પાત્રદાન દેવામાં આવ્યું તેની પહેલાં કોઈપણ મનુષ્ય પાત્રદાનને સમજતુંજ નહોતું, અને તેથી ભગવાન
ઋષભદેવજી મહારાજે દીક્ષાને અંગે તો માત્ર છઠની તપસ્યા કર્યા છતાં જે વર્ષ દિવસ - સુધી તપસ્યા કરવી પડી, તે કેવળ પાત્રદાનની પ્રવૃત્તિ ન હોવાને અંગે જ હતી.) ,
૨. આ અખાત્રીજને દિવસે પાત્રદાનની પ્રવૃત્તિ પહેલ વહેલી થયેલી હોવાથી લોકોને આ - સાધુ માર્ગનું અક્ષયપણું લાગ્યું અને તેથી આ દિવસને અક્ષયતૃતીયા એટલે અખાત્રીજ કહી
(ભગવાન ઋષભદેવજીના દીક્ષાકાળ પછી આ પાત્રદાનની પ્રવૃત્તિનો કાળ બાર મહિના
અધિકનો હોવાથી જ ભગવાન્ ઋષભદેવજીની સાથે સંસાર છોડીને દીક્ષિત થયેલા ચાર ? હજાર સાધુઓ લજ્જાને લીધે ઘેરે પણ જઈ શક્યા નહિ, અને નિરાહારપણે ભગવાનની સાથે આ ને રહેવાનું હોવાથી ભગવાનની સાથે સાધુપણામાં પણ રહી શકયા નહિ, પરંતુ તે ચારે હજારોને કે
(અનુસંધાન ટાઇટલ પા. ત્રી)
拳業業業業攀業