Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૩૬
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૩-૩૫
આપનાર તથા સાધનો થનાર વસ્તુઓ મેળવી આપનાર ધર્મ જ છે એવું કરેલું નિરૂપણ અનુવાદની અપેક્ષાએ છે એમ સહેજે સમજી શકે તેમ છે. આવી રીતે સામાન્ય રીતે આ લોક અને પરલોક ઉભયમાં દુઃખને દૂર કરી સુખ પ્રાપ્ત કરાવનારો ધર્મ અને વિધેયની અપેક્ષાએ દુઃખને દૂર કરી સુખને પ્રાપ્ત કરાવનારો ધર્મ તથા અનુવાદની અપેક્ષાએ આ લોકમાં દુઃખને દૂર કરાવનાર તથા સુખોને પ્રાપ્ત કરાવનાર તથા તેને અનુકૂળ સાધનો મેળવી આપનાર ધર્મ એમ વ્યુત્પત્તિઅર્થ, વિધેયઅર્થ અને અનુધઅર્થની અપેક્ષાએ માનવામાં કોઈપણ વિચક્ષણ મનુષ્યને અડચણ રહેશે નહિ. એ વાત જરૂર ધ્યાનમાં રાખવાની છે કે જ્યાં જ્યાં અનુઘ અને વિધેય એ બંને અર્થોનો પ્રસંગ હોય ત્યાં ત્યાં સામાન્ય નિયમથી અનુદ્યઅર્થ કરતાં વિધેયઅર્થનું બલવત્તરપણું હોય છે અને તેથી જ મહાપુરુષો ધર્મના વ્યુત્પત્તિ-અર્થને જણાવતાં અન્ય જિંદગી સંબંધી દુઃખપરિહાર અને સુખપ્રાપ્તિરૂપ ફળ જણાવે તો તે અત્યંત યોગ્ય જ છે. '
જો કે ધર્મ શબ્દનો મુખ્ય અર્થ પૂર્વમહર્ષિઓએ જણાવ્યો છે તેમ અને ઉપર કહ્યા પ્રમાણે આવતી જિંદગીના દુઃખોને દૂર કરવા અને સુખોને પ્રાપ્ત કરવા એ જ છે, છતાં તેના આનુષંગિક અર્થને વિચારીએ તો ધર્મના અર્થને અંગે પહેલા ભવમાં કરેલા ધર્મના પ્રતાપે વર્તમાન ભવમાં દુર્ગતિ થઈ નથી અને સારા મનુષ્યપણારૂપી સદ્ગતિ મળી છે તેથી દુર્ગતિનિવારણ અને સદ્ગતિ પ્રાપ્તિરૂપ ધર્મ શબ્દનો અર્થ વર્તમાન મનુષ્યજન્મમાં પણ અનુભવાય છે અને તે અપેક્ષાએ પૂર્વમહર્ષિઓની વ્યુત્પત્તિ જે ધર્મ શબ્દને અંગે જણાવવામાં આવી છે તે વ્યાપક જ ઠરે છે, અને આ ભવમાં પણ ધર્મ શબ્દના મુખ્ય અર્થની ચરિતાર્થતા છે જ. જો કે ત્રિલોકનાથ તીર્થંકર મહારાજાઓએ ધર્મતત્ત્વનું નિરૂપણ માત્ર પદ્ગલિક દુઃખોના નિવારણ અને પદ્ગલિક સુખોની પ્રાપ્તિ માટે કે નરકાદિક દુર્ગતિઓનું નિવારણ કરી મનુષ્યત્વાદિક સદ્ગતિઓની પ્રાપ્તિ માટે કરેલું નથી, કેમ કે ખુદું તીર્થકર મહારાજ વિગેરે કેવળ મોક્ષપ્રાપ્તિને માટે જ ઉદ્યમ કરવામાં કટિબદ્ધ થયેલા તો શું? પણ માત્ર સમ્યગ્દર્શનને ધારણ કરવાવાળા જીવોને પણ મનુષ્યપણું કે દેવપણું, ચક્રવર્તિપણું કે ઇંદ્રપણું એ સર્વ દુનિયાદારીની દ્રષ્ટિએ સુખમય હોઈ સદ્ગતિરૂપે ગણાય છે, છતાં તે બધું કર્મથી જ થવાવાળું હોઈ આત્માની સિદ્ધદશાને બાધક કરનાર હોવાથી તેમજ આત્માથી પર એવા પુદગલોથી ઉત્પન્ન થતાં સુખોના જ સામ્રાજ્યવાળું હોવાથી દુઃખરૂપ અને છાંડવારૂપ જ જણાયેલું છે, અને એ જ કારણથી સ્થાન સ્થાન પર શાસ્ત્રકારો સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે સમ્યગ્દષ્ટિ જીવ જો તાત્ત્વિક સમ્યગ્દર્શનને પામેલો હોય તો કોઈપણ કાળે મોક્ષ સિવાય અન્ય પદાર્થની એટલે દેવત્વાદિકની પણ ઈચ્છા કરનારો હોય જ નહિ. આ સ્થાને ચતુર્વિધ સંઘરૂપી સમ્યગદર્શનના ધોરી પુરુષોને ખાસ . એ સમજવાની જરૂર છે કે પોતાના સમ્યગદર્શનને નિર્મળ રાખવા તથા દઢ રાખવા એ ખાસ જરૂરી